Hindu New Year 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ સંવત્સરનું એક ખાસ નામ છે. સમગ્ર સંવતમાં એક રાજા અને તેનું ખાસ મંત્રીમંડળ હોય છે. આના આધારે આખા વર્ષના શુભ અને અશુભ પરિણામો નક્કી થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો મહિનો ફાગણ મહિનો છે. આ પછી ચૈત્ર મહિનો આવે છે જેને પહેલો મહિનો કહેવામાં આવે છે. ચૈત્ર મહિનો માર્ચ અને એપ્રિલ મહિનામાં શરૂ થાય છે.
શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનામાં ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના શરૂ કરી હતી. હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી માનવામાં આવે છે. હિન્દુ નવું વર્ષ ઘણા નામોથી ઓળખાય છે.
આંધ્રપ્રદેશમાં ઉગાદી
પંજાબમાં વૈશાખી
મહારાષ્ટ્રમાં ગુડી પડવો
જમ્મુ અને કાશ્મીરમાં નવરસ
સિંધમાં ચૈતી ચંડી
કેરળમાં વિશુ
આસામમાં રંગાલી બિહુ
નવરાત્રીથી થાય છે હિન્દુ નવા વર્ષની શરૂઆત
હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. ૨૦૨૫ માં હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ છે. તેનો રાજા સૂર્ય હશે અને શક સંવત મુજબ, ૧૯૪૭નું વર્ષ શરૂ થશે. આ મહિનામાં વાસંતિક અથવા ચૈત્ર નવરાત્રી પણ શરૂ થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ, રવિવારથી શરૂ થઈ રહી છે.
ચૈત્ર મહિનાને આ નામ ચિત્રા નક્ષત્રના કારણે પડ્યું. ચિત્રાને 27 નક્ષત્રોમાંથી 14મું નક્ષત્ર માનવામાં આવે છે.અમાસ બાદ જ્યારે મેષ રાશી અને અશ્વિની નક્ષત્રમાં પ્રકટ થઈને રોજ એ કલા વધે છે. ચિત્રા નક્ષત્રમાં તે 15 દિવસમાં પૂર્ણ થાય છે અને ચિત્રા નક્ષત્રને કારણે તેને ચૈત્ર મહિનો કહેવામાં આવે છે.
નવરાત્રી ઉત્સવ અને મત્સ્ય જયંતિ
એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે સૃષ્ટિની રચના શરૂ કરી હતી. શક સંવત પણ આનાથી શરૂ થાય છે. આ મહિનામાં ભગવાન રામ અને આદિશક્તિ દેવી દુર્ગા પ્રગટ થયા હતા. ચૈત્ર મહિનામાં નવરાત્રી અને મત્સ્ય જયંતિનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. મત્સ્ય અવતાર એ ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંનો પહેલો અવતાર છે. ચૈત્ર મહિનો વસંત ઋતુનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે. આ મહિનો શુભતા અને ઉર્જાથી ભરેલો છે.
ચૈત્ર મહિનામાં શું કરવું?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ચૈત્ર મહિનામાં અનાજનો વપરાશ ઓછો કરવો જોઈએ. આ ઉપરાંત પીણાંનું સેવન કરવું જોઈએ.
પાણી, રસ અને ફળોનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ.
ચણાનું સેવન અવશ્ય કરો.
ચણામાંથી બનેલું સત્તુ પીવું ફાયદાકારક છે.
ગોળનું સેવન બિલકુલ ન કરો.
લાલ ફળોનું દાન કરવું જોઈએ.
વૃક્ષો અને છોડને નિયમિત પાણી આપવું જોઈએ.
ચૈત્ર મહિનો જ્યોતિષ શાસ્ત્ર સાથે ઊંડો સંબંધ ધરાવે છે કારણ કે આ મહિનાથી જ્યોતિષીય ગણતરીઓ શરૂ થાય છે અને પંચાંગ બનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર મહિનો ૧૫ માર્ચથી શરૂ થયો છે અને ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ સમાપ્ત થશે. ચૈત્ર મહિનામાં દેવી અને સૂર્યની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!: GSRTC એ ફરી શરૂ કરી ઓનલાઈન પાસ અને આ ખાસ સુવિધા!






