Home National Himachal Chintpurni Car Accident Valley Fall

"એક દિવસ હું નહીં રહું, ભાઈ મને કાંધ આપશે" : Insta પર આવો Video પોસ્ટ કર્યાના કલાકમાં તો 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી યુવકની કાર

Himachal Chintpurni Car Accident
Published by: Vishal Dave
Last Updated: Apr 30, 2026, 11:21 AM IST

Himachal Chintpurni Car Accident: એક યુવકે એક કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, "એક દિવસ હું મરી જઈશ, અને મને મારો ભાઈ મને કાંધ આપશે..." જેના એક કલાક પછી એ યુવકની કાર પુરપાટ ઝડપે આવી અને 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યાં છે. જે જોઈને તમે પણ ડરી જશો. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

"એક દિવસ હું મરી જઈશ, અને મને મારો ભાઈ મને કાંધ આપશે..." આ પ્રકારના લખાણ સાથે યુવકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી ચાર ઈમોશનલ રીલ પોસ્ટ કરી હતી. રીલ પોસ્ટ કર્યાના લગભગ એક કલાક પછી માતા ચિંતપૂર્ણીના દર્શન કરીને પરત ફરતી વખતે માર્ગમાં કાર અકસ્માત થયો. ઘટનાના CCTV દ્રશ્યો જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું પ્રતિતિ થઈ રહ્યું છેકે, કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી અને વળાંક પર કાબુ ગુમાવ્યો અને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.

આ પણ વાંચોઃ Insta પર પહેલાં માદક ફોટા બતાવીને આદત પાડી : હવે યુઝર્સ પાસે થી દરમહિને રૂપિયા ખંખેરે છે આ રૂપસુંદરી

ઉલ્લેખનીય છેકે, હિમાચલ પ્રદેશમાં માતા ચિંતપૂર્ણી દર્શન કરીને પરત ફરતી વખતે લુધિયાણાથી આવેલા યુવકની કાર ખીણમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ કાર અકસ્માતની ઘટનામાં બે યુવાનો જીવતા સળગી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ખાડામાં પડતાં જ જોરદાર વિસ્ફોટ થયો અને કાર આગની લપેટમાં આવી ગઈ. મૃતકોમાં પંકુ લુધિયાણાના ગોપાલ નગર ટિબ્બા રોડનો રહેવાસી હતો. તે તેના મિત્ર સાથે ચિંતપૂર્ણી માતા મંદિરમાં દર્શન કરવા ગયો હતો. જોકે, બીજા યુવાનની હજુ સુધી ઓળખ થઈ નથી. જે પ્રકારે અકસ્માતની ઘટના પહેલાં સોશિયલ મીડિયા પર યુવક દ્વારા ઈમોશનલ વીડિયો પોસ્ટ કરાયા હતા એ પણ અનેક સવાલ ઉભા કરે છે.

આ પણ વાંચોઃ શું પહેલાં મુંબઈમાં ચાલવા માટે લેવું પડતું હતું લાઇસન્સ? : જાણો શું છે ‘Walking License’ના આ વાયરલ ફોટોનું સત્ય

અકસ્માતનું કારણ શું?

પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત પાછળના કારણો અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. જોકે, સંભવિત કારણોમાં વાહનની તેજ ગતિ, વળાંકવાળા રસ્તાઓ અને ડ્રાઇવરનું નિયંત્રણ ગુમાવવું સામેલ હોઈ શકે છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં આવા અકસ્માતો સામાન્ય રીતે રસ્તાની સ્થિતિ અને હવામાનને કારણે પણ સર્જાતા હોય છે. પ્રશાસન દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ પાસાઓની તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ એક યુવતીને બે પુરુષોએ કરી પ્રેગ્નેંટ! થયા જુડવા બાળકો : કેસ જોઈ ચકરાઈ ગયા ડોક્ટરો, જાણો શું છે આખો મામલો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now