Home Automobile Hero Splendor Plus Most Popular Bike Of India Down Payment And Emi Calculator

નજીવા ભાવે ખરીદી લો ભારતનો મોસ્ટ ફેવરિટ બાઈક : એક વાર ટેંક ફૂલ તો 600 કિમી ઉપર ચાલશે

નજીવા ભાવે ખરીદી લો ભારતનો મોસ્ટ ફેવરિટ બાઈક
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:45 AM IST

Hero Splendor દેશની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ છે. આ બાઇકની કિંમતના કારણે મધ્યમ વર્ગ હંમેશા આકર્ષાય છે. હીરોની આ બાઇકની લોકપ્રિયતાનું કારણ તેની માઇલેજ પણ છે. હીરો સ્પ્લેન્ડર વર્ષોથી લોકોની ફેવરિટ બાઇક રહી છે. હીરોની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 77,176 રૂપિયાથી શરૂ થાય છે.

EMI પર સ્પ્લેન્ડર કેવી રીતે ખરીદશો?
Hero Splendor Plusના સેલ્ફ એલોય વેરિઅન્ટની દિલ્લીમાં ઓન-રોડ પ્રાઈઝ 91,949 રૂપિયા છે. દેશના અન્ય શહેરોમાં આ મોટરસાઇકલની કિંમતમાં ડિફ્રન્સ હોઈ શકે છે. આ મોટરસાઇકલ ખરીદવા માટે તમને બેંકમાંથી 87,400 રૂપિયાની લોન મળશે.

EMI પર  ખરીદવા માટે 6 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવુ પડશે.
1. જો તમે હીરો સ્પ્લેન્ડર પ્લસનું સેલ્ફ-એલોય વેરિઅન્ટ બે વર્ષની લોન પર ખરીદો છો, તો તમારે 24 મહિના માટે બેંકમાં હપ્તા ભરવા પડશે. જો બેંક લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે, તો દર મહિને 4,300 રૂપિયા હપ્તા તરીકે જમા કરાવવા પડશે.
2. જો તમે ત્રણ વર્ષ માટે લોન લો છો તો તમારે EMI તરીકે ત્રણ હજાર રૂપિયા ભરવા પડશે.
3. જો તમે ચાર વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને હપ્તા તરીકે 2,500 રૂપિયા જમા કરાવવા પડશે.

હીરો સ્પ્લેન્ડર પ્લસની માઇલેજ
હીરો સ્પ્લેન્ડર પ્લસમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર OHC એન્જિન છે. જે 70 kmplની માઇલેજ આપે છે. સ્પ્લેન્ડર પ્લસની પેટ્રોલ ટેંક કેપેસિટી 9.8 લિટર છે, જેના કારણે બાઇકની એક વખત ટેંક ફૂલ થઈ જાય તો પછી 686 કિલોમીટર સુધી ચાલી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now