Home Automobile Hero Splendor Again Number 1 Know The Top Best Selling Bikes

Hero Splendor ફરી નંબર 1 : જાણો ટોપની સૌથી વધુ વેચાતી બાઈક

Hero Splendor ફરી નંબર 1
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2025, 06:48 PM IST

ગયા મહિને ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં મોટરસાઇકલના વેચાણે એક નવો ઐતિહાસિક આંકડો સ્પર્શ્યો હતો. કુલ 10 લાખથી વધુ બાઇકો વેચાઈ, જેમાં સૌથી વધુ હિસ્સો Hero MotoCorp અને Honda કંપનીઓનો રહ્યો. જોકે, જો પૂછવામાં આવે કે હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતી બાઇક કઈ છે, તો મોટાભાગના લોકોનો જવાબ એકજ હશે — Hero Splendor.

Hero Splendor – ભારતીય સડકોની રાજા
Hero MotoCorpની આ લોકપ્રિય કોમ્યુટર મોટરસાઇકલ ગયા મહિને સૌથી વધુ વેચાઈ. Hero Splendorના કુલ 3,10,335 યુનિટ્સ વેચાયા અને વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 1.86% નો વધારો નોંધાયો. એના કારણે ફરી એકવાર સ્પ્લેન્ડરે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

Splendor Plusનું વર્તમાન એક્સ-શોરૂમ ભાવ રૂ. 77,176થી શરૂ થાય છે. સસ્તી કિંમત, વિશ્વસનીય એન્જિન અને શ્રેષ્ઠ માઇલેજના લીધે સ્પ્લેન્ડર ભારતીય ગ્રાહકોની પહેલેલી પસંદ બની છે.

અન્ય ટોચની બાઇકો: શાઇન અને પલ્સર પણ રેસમાં

Honda Shine – બીજા સ્થાને રહી. ગયા મહિને 1,58,271 યુનિટ્સ વેચાઈ અને 6% યોય વૃદ્ધિ નોંધાઈ. શાઇનનો માર્કેટ શેર 17.87% રહ્યો.

Bajaj Pulsar – ત્રીજા સ્થાને રહી, કુલ 1,22,151 બાઇકો વેચાઈ. જોકે, અગાઉની સરખામણીમાં તેમાં 5% નો ઘટાડો નોંધાયો. પલ્સર સીરિઝ 125ccથી 400cc સુધીની રેન્જમાં આવે છે.

Hero Splendor – માઇલેજનું પાવરહાઉસ
Hero Splendor Plus તેની ઊંચી માઇલેજ માટે જાણીતી છે. તેમાં છે:

એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર OHC એન્જિન

8,000 rpm પર 5.9 kW પાવર
6,000 rpm પર 8.05 Nm ટોર્ક

પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ

આ બાઇક પ્રતિ લિટર પેટ્રોલમાં અંદાજે 70 કિમીનું માઇલેજ આપે છે. તેની 9.8 લિટર ક્ષમતા ધરાવતી ટાંકી એકવાર ભરાઈ જાય પછી બાઈક લગભગ 686 કિમીનું અંતર કાપી શકે છે. એટલેથી તે દીનચર્યાની અવરજવર માટે શ્રેષ્ઠ પસંદગી બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now