Home Agriculture Heavy To Very Heavy Rain Forecast For Next 24 Hours

આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે

આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 04:31 AM IST

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગ અનુસાર, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

માછીમારોને 12થી 14 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 14 ઓગસ્ટથી શરૂ થનારા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now