Home Gujarat Heavy Rains Forecast In Gujarat Till August 22

ગુજરાતમાં 22 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ઑરેન્જ અને રેડ એલર્ટ

ગુજરાતમાં 22 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 03:54 AM IST

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને 22 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

4 સક્રિય સિસ્ટમો અસરકારક

રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે.

આગાહીનો સમયગાળો

  • 19 અને 20 ઓગસ્ટ : રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા.

  • 24 ઓગસ્ટ સુધી : વરસાદ ચાલુ રહેવાની આગાહી.

એલર્ટની સ્થિતિ

  • ઓરેન્જ એલર્ટ : સુરત, તાપી, ડાંગ

  • રેડ એલર્ટ : નવસારી, વલસાડ

સૌરાષ્ટ્ર પર ખાસ અસર

સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે, જાણીતા હવામાન વિદ્વાન અંબાલાલ પટેલે ભારે વરસાદ અંગે ચેતવણી આપી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ:

  • આગામી 72 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે.

  • અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા.

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે.

  • નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે વહેવાની શક્યતા.

  • મહેસાણા જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલની આ આગાહી અને હવામાન વિભાગના એલર્ટ સાથે રાજ્યની ચિંતા વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now