Home Gujarat Heavy Rains Forecast In Gujarat Till August 20

20 ઑગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : 18 ઑગસ્ટથી ગુજરાતમાં ઑરેન્જ એલર્ટ

20 ઑગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 02:25 AM IST

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 16 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા તેજ થવાની શક્યતા દર્શાવી છે. સાથે જ 18થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 18 ઓગસ્ટે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જોકે 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 16થી 20 ઓગસ્ટ દરમ્યાન સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સાથે જ કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now