Home Gujarat Heavy Rain Forecast In Gujarat Even Today Instructions To Fishermen To Ply The Rivers For 5 Days

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી : 5 દિવસ દરિયો ના ખેડવા માછીમારોને સૂચના

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 04:16 AM IST

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મોન્સૂન એક્ટિવ બન્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા અને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડે તેવી શકયતા છે. મહત્વની વાત એ છે કે હજુ સુધી રાજ્યમાં સામાન્ય કરતા 112% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સિઝન માટે અનોખો રેકોર્ડ ગણાય છે.

દરેક વિસ્તારની આગાહી મુજબ:
દક્ષિણ ગુજરાત (નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી) :
ભારે વરસાદની તીવ્ર શક્યતા, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું.

સૌરાષ્ટ્ર અને કચ્છ :
12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી.
મધ્ય અને ઉત્તર ગુજરાત (ભરૂચ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા) :
વરસાદી માહોલ જળવાઈ શકે છે.

માછીમારો માટે મહત્વપૂર્ણ સૂચના:
હવામાન વિભાગના અનુમાનને ધ્યાને લઈને અગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, ખાસ કરીને કચ્છ અને દક્ષિણ ગુજરાતના મછીમારોએ સતર્ક રહેવું જોઈએ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
15 જુલાઈ સુધી : સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે.
24 થી 30 જુલાઈ : રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ.
2 થી 8 ઓગસ્ટ : દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ તીવ્ર શક્યતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now