Home Gujarat Hc Quashes 11 Year Sentence Imposed By Vadodara Sessions Court

વડોદરા સેશન્સ કોર્ટે ફટકારેલી સજા 11 વર્ષે HCએ કરી રદ્દ! : હાઇકોર્ટે નોંધ્યું 'આરોપી સામે યોગ્ય અને પૂરતા પુરાવા નથી''

વડોદરા સેશન્સ કોર્ટે ફટકારેલી સજા 11 વર્ષે HCએ  કરી રદ્દ!
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 12:38 PM IST

વડોદરાની સેશન્સ કોર્ટે વર્ષ 2014માં હત્યાના કેસમાં ચુકાદો આપતા બે વ્યક્તિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેની સામે દોષી ઠરેલ પત્નીને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે વડોદરા કોર્ટના અરજદાર સામેના હુકમને રદ્દ કરતા, આરોપી પત્નીને છોડવાનો હુકમ કર્યો હતો. અત્રે જણાવીએ કે, વર્ષ 2010માં વડોદરાની સેશન્સ કોર્ટમાં એક આરોપી પત્ની અને તેના નાસિકના પ્રેમી યોગેશ ગીતે સામે પતિ સુરેશની હત્યાનો કેસ હતો.
જાણો સમગ્ર કેસ
સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો જે પત્નીએ પોતાના નાસિક ખાતે રહેતા પ્રેમી યોગેશને મળીને પતિ સુરેશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં એક કોન્ટ્રાક્ટ કિલરની 30 હજાર રૂપિયામાં મદદ લેવાનું નક્કી કર્યું હતું. પ્લાન મુજબ મહિલા ઘરના રસોડાનો દરવાજો ખોલીને પોતાની દીકરી સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી. મોડી રાત્રે આરોપી મહિલાનો પ્રેમી અને કોન્ટ્રાક્ટ કિલર ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓએ રૂમમાં સૂતા મહિલાના પતિના ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. મોઢું ઓશિકાથી દાબી દીધું હતું. આખરે મહિલાના પતિનું મૃત્યુ નિપજ્યું હતું.
મહિલા શુ કહે છે?
મહિલાનું કહેવું હતું કે તેના પતિ રેલવેમાં નોકરી કરતા હતા. તેઓ પોતાની નોકરીથી માનસિક તણાવમાં રહેતા હતા. કોઈ બાબતે નોકરીમાં મૃતક ઉપર કેસ થયો હતો. તેઓ રાત્રે દારૂ પીને સૂઈ ગયા હતા. તેમણે લોહીની ઊલટીઓ થઈ અને તેઓ મૃત્યુ પામ્યા હતા. બની શકે તેમને ઝેરી દવા પીધી હોય. જો કે મહિલાએ લોહી વાળું પોતાનું ગાઉન ધોયું હતું. પોલીસે મૃતકને મારવા ખરીદાયેલ હથિયારનું બિલ અને કોલ ડેટા રેકોર્ડ મેળવ્યા હતા.
હાઇકોર્ટે શું નોંધ્યું?
જો કે હાઇકોર્ટે આરોપી પત્ની સામે વડોદરાની કોર્ટના હુકમને રદ્દ કર્યો હતો અને તેને જેલમાંથી છોડવા હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મહિલા સામે પૂરતા પુરાવા નથી. કોલ ડેટા રેકર્ડમાં 65Bનુ સર્ટિફિકેટ રજૂ કરાયું નથી. ઘટનાને નિઃશંકપણે પુરવાર કરવામાં પ્રોસિક્યુશન પક્ષ સફળ રહેલ નથી. આરોપી સામે ઘટનાને સાંકળતી પુરતી ચેઇન બનતી નથી. આમ 10 વર્ષ પછી મહિલા આરોપી સામેનો હુકમ રદ્દ થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now