Gandhinagar hit and run: ગાંધીનગરમાં તાજેતરમાં બેનાલા હિટ એન્ડ રન કેસમાં બે નિર્દોષ લોકોના મોત અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.આ ગંભીર ઘટના અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરી તપાસના આદેશ આપ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું??
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન કેસમાં તપાસના આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.તેમણે રેન્જ IG અને પોલીસ વડા સાથે વતાચીત કરી છે. તાત્કાલીક જોઈન્ટ ટીમ બનાવી ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
કાર ચાલકે ચારથી પાંચ વાહનોને ઉડાવ્યા
ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં કાર ચાલકે ચારથી પાંચ વાહનોને ઉડાવ્યા છે અને , ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી અટકાયત કરી છે, રાંદેસણના સિટી પલ્સ સિનેમાં પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મૃત્યુ આંક હજી પણ વધે તેવી શકયતા છે.






