Home Gujarat Harsh Sanghvi Inspected The Route Late At Night Pms Sindoor Samman Yatra In Gandhinagar In The Morning

મોડી રાત્રે હર્ષ સંઘવીએ રૂટનું કર્યું નિરીક્ષણ : સવારે ગાંધીનગરમાં PMની સિંદૂર સન્માન યાત્રા

મોડી રાત્રે હર્ષ સંઘવીએ રૂટનું કર્યું નિરીક્ષણ
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 06:06 PM IST

ગાંધીનગર શહેરમાં આવતી કાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સિંદૂર સન્માન યાત્રાનાં રૂટનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું.

આવતી કાલે સિંદૂર યાત્રા અંગે સ્થાનિક તંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું જેથી કરીને કોઈ પણ અગવડ ના પડે.




નિરીક્ષણ દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકા મેયર, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર તેમજ ગાંધીનગર એસ.પી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતની શરૂઆત વડોદરાથી કરી જ્યાં રોડ શો યોજી સ્થાનિકો જેમા ખાસ કરીને મહિલાઓનું અભિવાદન ઝીલ્યું




જે પછી દાહોદમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી જેમાં ખાસ રેલવે લોકોમોટિવ સેન્ટરનું ઉદ્ઘાટન કરી પ્રથમ લોકોમોટિવની લીલી ઝંડી આપી




જે પછી પીએમ મોદીએ જન સભાને સંબોધન કરી કચ્છ પહોંચ્યા અને ત્યાં પણ જનસભાને સંબોધન કર્યું.

કચ્છ પછી વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા જ્યાં અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ઓપન જીપમાં રોડ શો કરીને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યાર પછી ગાંધીનગરમાં પણ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. જે પછી રાત્રિ રોકાણ રાજભવનમાં છે જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવ્રતે તેમનું સ્વાગત કર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now