Home Gujarat Harsh Sanghvi Becomes Deputy Chief Minister

નવા મંત્રીમંડળની શપથવિધિ : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જીતું વાઘાણીએ લીધા કેબિનેટ મંત્રીના શપથ, જાણો કેબિનેટમાં કોને મળ્યું સ્થાન

નવા મંત્રીમંડળની શપથવિધિ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 08:37 AM IST

ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની શપથવિધિ ગર્વભેર યોજાઈ. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરક ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 25 મંત્રીઓએ શપથ લીધો. રાજ્યના રાજકારણમાં નવી શક્તિ સાથે એક નવી કેબિનેટની રચના થઈ છે.

હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી

લોકપ્રિય અને યુવા નેતા હર્ષ સંઘવીએ આજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હર્ષ સંઘવી અગાઉ પણ રાજ્યમાં ગૃહ અને રમતગમત વિભાગ જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. યુવા મતદારોમાં તેમની વિશિષ્ટ લોકપ્રિયતા છે અને તેઓનું નેતૃત્વ હવે વધારે મહત્ત્વ ધરાવશે.

જીતુ વાઘાણીને કેબિનેટ મંત્રી પદ

અન્ય એક મહત્વપૂર્ણ નેતા જીતું વાઘાણીને પણ નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. વાઘાણી અગાઉ શિક્ષણ વિભાગના મંત્રી રહી ચૂક્યા છે અને પાર્ટીના સંગઠન કાર્યોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

નરેશ પટેલે પણ લીધો મંત્રી પદનો શપથ

નવા ચહેરાઓની યાદીમાં નરેશ પટેલનું નામ ખાસ ઉલ્લેખનીય છે. તેઓએ આજે મંત્રી તરીકે શપથ લઈને રાજ્ય સરકારમાં પોતાની ભૂમિકા શરૂ કરી છે. તેમની નિમણૂકથી પાટીદાર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય સંકેતો મળી રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now