Home Gujarat Haribhaktas Car Sinks In Causeway In Ranpur Taluka

BAPS હરિભક્તોની કાર કોઝવેમાં ડૂબી : 16 કલાકની જહેમત બાદ સ્વામીનો મૃતદેહ મળ્યો, કુલ 3ના મોત , 4 લોકોનો આબાદ બચાવ

BAPS હરિભક્તોની કાર કોઝવેમાં ડૂબી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 11:41 AM IST

બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલા ગોધાવટા કોઝવે પર ગત મોડીરાત્રે એક કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ ગઈ હતી. કારમાં કુલ સાત વ્યક્તિઓ સવાર હતી. ઘટનામાં ચાર જણાને બચાવી લેવામાં આવ્યા હતા, જયારે ત્રણના મોત નીપજ્યા છે . એનડીઆરએફની ટીમે ૧૬ કલાકની ભારે મહેનત બાદ સ્વામીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.


બોચાસણથી સાળંગપુર જતા ગતરાત્રીના 11:30 આસપાસ આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રાણપુર મામલતદાર, બરવાળા- રાણપુર પ્રાંત અધિકારી પહોંચ્યા હતા. બોટાદની ફાયર અને રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

બોચાસણથી સાળંગપુર આવતા સમયે ગોધાવટા ગામ પાસે કોઝવે પરથી પસાર થતા સમયે કાર તણાઈ જવાની દુર્ઘટના બની. જેમાં કાર સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. તો અન્ય બે લોકો કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસિયાનું મોત નિપજ્યું છે. જેમના મૃતદેહ મળી આવ્યા. પરંતુ કારમાં સવાર શાંત ચરીત સ્વામીની શોધખોળ શરૂ કરાઈ છે.


૧૬ કલાકે શાંતિ ચરિત સ્વામીનો મૃતદેહ મળ્યો

બોટાદ જિલ્લાના રાણપુરના ગોધાવટા કોઝવેમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલી કાર તણાવાના બનાવમાં ૧૬ કલાકના સધન પ્રયાસો બાદ શાંતિ ચરિત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો છે. કારમાં BAPS સાળંગપુર મંદિરના સંત સહિત કુલ સાત લોકો સવાર હતા, જેમાથી ચારનો બચાવ થયો હતો. અગાઉ બેના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સ્વામી લાપતા હતા. એનડીઆરએફની ટીમની ભારે જહેમત બાદ સ્વામીનો મૃતદેહ મળી આવ્યો છે. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now