Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક મોડી રાત્રે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કારનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે 12:30 વાગ્યાની આસપાસ પીપળા અને બાઈસાબગઢ ગામ વચ્ચે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી હતી. જોકે સદનસીબે હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બાઈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા. દરમિયાન પીપળા અને બાઈસાબગઢ ગામ વચ્ચેના રસ્તા પર અચાનક સાપ આડો ઉતર્યો હોવાની માહિતી છે. આ સમયે કાર ચલાવી રહેલા હકાભાએ સાપને બચાવવાનો પ્રયાસ કરતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પરથી નીચે ઉતરી નદીમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે.
અન્ય વાહનમાં પાછળ આવી રહેલા મિત્રોએ તાત્કાલિક મદદ કરી
અકસ્મતમાં કાર નદીમાં ખાબક્યા બાદ પરિસ્થિતિ ગંભીર બની શકે તેવી હતી. જોકે હકાભા ગઢવી સાથે અન્ય કારમાં તેમના મિત્રો પણ પાછળથી આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મિત્રોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મદદની કામગીરી શરૂ કરી હતી. તેમણે હકાભા ગઢવીને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢ્યા હતા. મિત્રોની સમયસરની મદદને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં જો મદદ પહોંચવામાં વિલંબ થયો હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. જોકે હાલ મળતી માહિતી મુજબ હકાભા ગઢવી સુરક્ષિત છે અને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: ભોગાવો નદી બની આફત! : ધોલેરાનું વણિતળાવ ગામ ચારેબાજુ પાણીથી ઘેરાયું, લોકોને બચાવવા પોલીસ અને NDRF મેદાનમાં
દર્શન કરી પરત ફરતી વખતે બની ઘટના
મળતી માહિતી મુજબ હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે હિંગળાજ માતાજીના દર્શન માટે ગયા હતા. દર્શન બાદ પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે માર્ગ પર અચાનક સાપ આડો ઉતરતાં કાર ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વાહન પરનો કાબૂ ગુમાવતાં કાર નદીમાં ખાબકી હતી. અકસ્મતમાં કારને નુકસાન થયું હોવાની શક્યતા છે, જોકે કારને કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે માહિતી મેળવવામાં આવી રહી છે. અકસ્માતના ચોક્કસ સંજોગો અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ વધ્યો તો શાળાઓ બંધ થશે કે વહેલી રજા? : DEOએ શાળા સંચાલકોને શું સૂચન કર્યું
હકાભા ગઢવીના ચાહકોમાં ચિંતા બાદ રાહત
હાસ્ય કલાકાર તરીકે જાણીતા હકાભા ગઢવીના અકસ્માતના સમાચાર સામે આવતાં તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો મારફતે અકસ્માતની માહિતી ઝડપથી ફેલાતાં તેમના સ્વાસ્થ્ય અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા હતા. જોકે હકાભા ગઢવી સુરક્ષિત હોવાની માહિતી મળતાં ચાહકો અને શુભેચ્છકોમાં રાહત જોવા મળી છે. અકસ્મતમાં કોઈ ગંભીર ઈજા ન થતાં પરિવારજનો અને મિત્રો માટે પણ આ રાહતના સમાચાર છે. જોકે મોડી રાત્રે નદીમાં કાર ખાબકવાની ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી હતી. સદનસીબે હકાભા ગઢવી સમયસર કારમાંથી બહાર નીકળી શક્યા અને તેમના મિત્રો પણ ઘટનાસ્થળે હાજર હોવાથી મદદ મળી શકી હતી.
હાલ આ અકસ્માતને લઈને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે રસ્તા પર સાપ આડો ઉતરતાં તેને બચાવવાના પ્રયાસ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર તપાસ બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક બનેલી આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. રાત્રિના અંધકારમાં કાર નદીમાં ખાબકવા છતાં સમયસર મિત્રોની મદદ મળી જતાં મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત બાદ કારને બહાર કાઢવાની અને ઘટનાસ્થળની સ્થિતિ અંગેની વધુ વિગતો પણ તપાસ બાદ સામે આવી શકે છે.






