Home International Hajj Pilgrims Flight Lands Smoke Comes Out Of Wheels During Landing Causing Panic

અમદાવાદ બાદ ભારતમાં વધુ એક વિમાન પર મંડરાયો મોતનો ખતરો, જુઓ Video : લેન્ડિંગ દરમિયાન પૈડામાંથી નીકળ્યાં ધુમાડા! એરપોર્ટ પર અફરાતફરી, આ શું થવા બેઠું છે?

અમદાવાદ બાદ ભારતમાં વધુ એક વિમાન પર મંડરાયો મોતનો ખતરો,  જુઓ Video
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 09:05 AM IST

રવિવારે સાંજે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાનારી ઘટના બની જેણે ત્યાં હાજર લોકોના હ્હરયના ધબકારા વધારી દીધા. હજ યાત્રાથી પરત ફરતા યાત્રીઓને લઈ જતી ફ્લાઇટ જ્યારે રનવે પર લેન્ડ થઈ ત્યારે તેના એક પૈડામાંથી અચાનક આગ અને ધુમાડા નીકળવા લાગ્યા. આ દૃશ્યથી એરપોર્ટ પર હાજર મુસાફરો અને કર્મચારીઓ દોડધામ મચી, ઘટના બાદ તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિય થઇ અને તમામ પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ફ્લાઇટનું લેન્ડિંગ શરૂ થતાંની સાથે જ પૈડામાંથી આગનો ભડકો  જોવા મળ્યો, જે થોડી વાર સુધી ચાલુ રહ્યો. જોકે, પાયલટની સતર્કતા અને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની ત્વરિત કાર્યવાહીને કારણે ફ્લાઇટ સુરક્ષિત રીતે રોકાઈ ગઈ. એરપોર્ટ અધિકારીઓએ તરત જ ફાયર બ્રિગેડ અને ટેકનિકલ ટીમને બોલાવી, જેઓએ ફ્લાઇટની સંપૂર્ણ તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પૈડાના બ્રેકિંગ સિસ્ટમમાં સમસ્યા હોવાની શક્યતા છે, જેના કારણે ચિનગારીઓ ઉડી હતી.

આ ઘટના બાદ તમામ હજ યાત્રીઓને સુરક્ષિત રીતે ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા. એક યાત્રી, અહેમદભાઈ, જેઓ ગુજરાતના સુરતના રહેવાસી છે, એ જણાવ્યું, "જ્યારે આગ દેખાઈ, ત્યારે અમને થોડી ગભરામણ થઈ, પરંતુ ક્રૂ મેમ્બર્સે અમને શાંત રહેવા કહ્યું અને બધું નિયંત્રણમાં હોવાની ખાતરી આપી." અન્ય યાત્રીઓએ પણ એર, ટીમની ઝડપી કાર્યવાહીની પ્રશંસા.

એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું, "આ ઘટના નાની હતી અને કોઈ જાનહાનિ થઈ નથી. ફ્લાઇટની ટેકનિકલ તપાસ ચાલુ છે, અને નાગરિક ઉડ્ડયન, નિયામકોને આ બાબતે, જાણ કરવામાં આવી છે." સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફ્લાઇટ સાઉદી, અરેબિયાથી, આવી રહી હતી અને તેમાં 120, થી વધુ, યાત્રીઓ હતા. ઘટનાને પગલે ફ્લાઇટને વધુ તપાસ માટે હેંગરમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ચર્ચા જગાવી છે. પ્રવાસીઓએ સમગ્ર ઘટનાની ઉંડી તપાસની માગ કરી. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now