હજ યાત્રા મુસ્લિમ સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક ફરજ છે અને દર વર્ષે લાખો ભારતીય યાત્રાળુઓ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરોમાં જઈ આ પવિત્ર યાત્રા પૂર્ણ કરે છે. 2026 માટે હજ યાત્રાના પેકેજ ખર્ચ અંગેની વિગતો સામે આવી રહી છે, જેમાં વિવિધ કેટેગરી મુજબ ખર્ચમાં ફેરફાર જોવા મળે છે.
તાજેતરના અંદાજ મુજબ, ભારતમાંથી હજ યાત્રા માટે જવાનો કુલ ખર્ચ આશરે 3.5 લાખથી 4.5 લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે. આ ખર્ચ શહેર, સુવિધાઓ અને પસંદ કરાયેલા પેકેજ પર આધારિત છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોથી જતા યાત્રાળુઓ માટે અલગ અલગ દરો નક્કી થાય છે.
ખર્ચમાં શું સામેલ હોય છે?
હજ પેકેજમાં સામાન્ય રીતે ફ્લાઇટ ટિકિટ (ભારતથી સાઉદી અરેબિયા અને પરત), મક્કા અને મદીના ખાતે રહેવાની વ્યવસ્થા, ભોજન અને ટ્રાન્સપોર્ટ, વિઝા અને ઈન્સ્યોરન્સ ખર્ચ, સ્થાનિક માર્ગદર્શન અને સેવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલીક પ્રીમિયમ કેટેગરીમાં વધુ સુવિધાઓ જેવી કે હોટેલની નજીકતા, AC સુવિધા, અને વિશેષ ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે, જેના કારણે ખર્ચ વધુ થઈ શકે છે.
આ પણ વાંચો: હોર્મુઝ સંકટથી યુરોપમાં આર્થિક ધ્રુજારી : 21 દેશોમાં મોંઘવારીનો માર, જાણો ભારત પણ શું પડશે અસર
અલગ અલગ પેકેજ કેટેગરી
હજ માટે સામાન્ય રીતે ત્રણ મુખ્ય કેટેગરીમાં પેકેજ મળે છે.
ઈકોનોમી પેકેજ
સ્ટાન્ડર્ડ પેકેજ
પ્રીમિયમ પેકેજ
ઈકોનોમી પેકેજ હોય છે જે સૌથી સસ્તું, સામાન્ય સુવિધાઓ સાથે હોય છે. સ્ટાન્ડર્ડ પેકેજ જે મધ્યમ સ્તરની સુવિધાઓ સાથે હોય છે. પ્રીમિયમ પેકેજ જે ઉચ્ચ સ્તરની સુવિધાઓ અને નજીકની રહેવાની વ્યવસ્થાવાળુ હોય છે. યાત્રાળુઓ પોતાના બજેટ અને સુવિધા મુજબ પેકેજ પસંદ કરી શકે છે.
ખર્ચમાં વધારો કેમ
છેલ્લા કેટલાક વર્ષોમાં હજ પેકેજના ખર્ચમાં વધારો નોંધાયો છે. તેના મુખ્ય કારણો હેરફેરમાં વધારો, સાઉદી અરેબિયામાં રહેવાની વ્યવસ્થાનાં ખર્ચમાં વધારો, કરન્સી એક્સચેન્જ રેટમાં ફેરફાર, સરકારી નિયમોમાં ફેરફાર. આ કારણોસર 2026માં પણ અગાઉના વર્ષોની તુલનામાં થોડો વધુ ખર્ચ રહેવાની શક્યતા છે.
અરજી પ્રક્રિયા અને જરૂરી તૈયારી
ભારતમાંથી હજ યાત્રા માટે અરજી સામાન્ય રીતે હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. યાત્રાળુઓએ સમયસર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. જરૂરી દસ્તાવેજોમાં પાસપોર્ટ, ફોટોગ્રાફ, હેલ્થ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી માહિતીનો સમાવેશ થાય છે. ઉપરાંત, આરોગ્ય ચકાસણી અને રસીકરણ પણ ફરજિયાત હોય છે.
યાત્રાળુઓ માટે મહત્વની સલાહ
હજ યાત્રા લાંબી અને શારીરિક રીતે પડકારજનક હોય છે, તેથી યાત્રાળુઓએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા પહેલાં જરૂરી તૈયારી, દવાઓ અને માર્ગદર્શન લેવું જરૂરી છે. સાથે સાથે સત્તાવાર સ્ત્રોતોથી જ માહિતી મેળવવી અને કોઈ પણ અનધિકૃત એજન્ટથી સાવચેત રહેવું જરૂરી છે.
2026 માટે હજ યાત્રાની તૈયારી કરતા યાત્રાળુઓએ બજેટ, દસ્તાવેજો અને સમયપત્રક અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. સરકાર દ્વારા જાહેર થનારી સત્તાવાર જાહેરાતો અને માર્ગદર્શિકાઓને અનુસરવી મહત્વપૂર્ણ છે. આવતા સમયમાં ડિજિટલ પ્રક્રિયા અને સુવિધાઓ વધતા યાત્રા વધુ સરળ બનવાની શક્યતા છે, પરંતુ ખર્ચ અને નિયમોમાં ફેરફાર શક્ય છે.





