Home International Gyanesh Kumar Will Be The New Chief Election Commissioner

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક : જ્ઞાનેશ કુમાર સંભાળશે ચાર્જ

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 02:35 AM IST

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ CEC રાજીવ કુમારનું સ્થાન લેશે. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે.
ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા જ્ઞાનેશ કુમાર પ્રથમ છે. આ કાયદા હેઠળ મુખ્ય ન્યાયાધીશના સ્થાને ચૂંટણી પંચના વડાની પસંદગી માટે રચાયેલી સમિતિમાં ગૃહમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા CECની નિમણૂક માટે યોજાઈ હતી બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બનેલી પસંદગી સમિતિએ સોમવારે (17 ફેબ્રુઆરી, 2025) તેમના નામને અંતિમ સ્વરૂપ આપ્યું હતું અને રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી.

કોણ છે જ્ઞાનેશ કુમાર?
ચૂંટણી પંચમાં તેમના કાર્યકાળ પહેલાં, જ્ઞાનેશ કુમારે અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા. આમાં સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને અધિક સચિવ, સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ અને સહકાર મંત્રાલયમાં સચિવનો સમાવેશ થાય છે.

IIT કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાંથી તેમણે ડિગ્રી લીધી છે. અને ICFAIમાંથી બિઝનેસ ફાઇનાન્સ અને HILD, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એન્વાયર્મેન્ટ ઈકોનોમીમાં ડિગ્રી પણ મેળવી છે.

અમિત શાહ સાથે કરી ચુક્યા છે કામ

જ્ઞાનેશ કુમાર અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગૃહ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરવામાં આવી તે સમયે, તેઓ અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત થયા હતા.

વધુમાં, 2020માં તેમને અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના સહિત અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સંબંધિત તમામ બાબતોની દેખરેખ માટે ગૃહ મંત્રાલયમાં એક ડેસ્કનું નેતૃત્વ પણ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક