Home Gujarat Gujaratnewscrimebhavnagarbreaking News Son In Law Went Home And Killed

Crime : ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના : ભાવનગરમાં સગા જમાઈએ કરી સાસુ સસરાની હત્યા

Crime : ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 08:32 AM IST

ગુજરાતનાં ભાવનગર જિલ્લાના મહુવામાં ડબલ મર્ડર થયાની ઘટના સામે આવી છે. કથિત રીતે જમાઈએ જ સાસરીમા જઈને સાસુ અને સસરાની હત્યા કરી તેવી ઘટના બની છે.ત્યારબાદ હત્યા કરીને જમાઈ ફરાર થઈ ગયો છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ મહુવા ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી.તેઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા પ્રથમ હત્યાનું કારણ જાણવા માટેની તપાસ કરવામાં આવી રહી છે.
જમાઈએ જ સગા સાસુ-સસરાની કરી હત્યા
મળેલ માહિતી મુજબ ભાવનગરના મહુવાના ખારઝાપા વિસ્તારમા રહેતા સાસુ-સસરાની સગા જમાઈ દ્વારા હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને જમાઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી હતી. અને આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગેની તપાસ હાથ ધરી હતી. સુત્રોના મુજબ તેઓ વચ્ચે પારિવારિક ઝગડો હતો અને તે કારણે જમાઈએ સાસુ અને સસરાની હત્યા કરી છે.હત્યા કરનાર જમાઈને પકડવા માટે પોલીસની તપાસ ચાલુ છે.પોલીસ અને સુત્રો મુજબ પોલીસ તેને પકડવાની નજીક જ છે તેવું જાણવા મળ્યું છે. ખૂનીને પકડવા માટે પોલીસ દોડતી થઈ ગઈ છે. આ હત્યા કેમ કરવામાં આવી તે અંગેનું ચોક્કસ કારણ હત્યા કરનાર પકડાય પછી જ જાણવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now