Home Gujarat Gujarati News Offbeat Stories Sabarmati River Snake Dhroi Dem Riverfront Gujarat

સાબરમતી નદીમાં સાપ તરતા દેખાયા! : સાબરમતીમાં જોવા મળ્યો અનોખો નજારો, પાણીના વહેણમાં તણાઈ આવ્યાં ઝેરી સાપ

સાબરમતી નદીમાં સાપ તરતા દેખાયા!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 08:39 AM IST

અમદાવાદની સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાસણા બેરેજના 25 દરવાજા ખોલી દેવાયા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે. રિવરફ્રન્ટના વોક-વે ઉપર પાણી ફરી વળ્યા છે. જો કે, આ બધાની વચ્ચે નદીમાંથી રિવરફ્રન્ટ પર ઝેરીલા સાપ જોવા મળ્યા હતા.


પાણીના વહેણમાં તણાઈ આવ્યાં ઝેરી સાપ

સાબરમતી નદીમાંથી રિવરફ્રન્ટ પર પહોંચ્યા ઝેરીલા સાપ જોવા મળ્યો હતો. પાણીના વહેણમાં ઝેરી સાપ તણાઈ આવ્યો હતો.જે જોઈ લોકોમાં કુહુહલ સર્જાયો હતો.


વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામા્ આવ્યા

વાસણા બેરેજ ના ગેટ નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 (કુલ 25 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ 51126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં વરસાદ ના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now