Home International Gujarati News Offbeat Stories Russia Earthquake Jwalamukhi Volcano Country Alert

600 વર્ષ બાદ ફાટ્યો પહાડ, આખો દેશ એલર્ટ મોડમાં! : રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ ફાટ્યો જ્વાળામુખી, કામચટકા દ્વીપકલ્પમાં ફાટ્યો જ્વાળામુખી!

600 વર્ષ બાદ ફાટ્યો પહાડ, આખો દેશ એલર્ટ મોડમાં!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 10:35 AM IST

રશિયામાં 8.8 ની તીવ્રતાના ભૂકંપ પછી યુરેશિયાનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો છે. 3 ઓગસ્ટ 2025ના રોજ તે ફાટ્યો, જેનાથી રાખ લગભગ 6,000 મીટર સુધી ફેલાઈ ગઈ, અને પ્લુમ પેસિફિક મહાસાગર તરફ આગળ વધ્યો.

કામચાટકામાં 600 વર્ષમાં ક્રાશેનિનિકોવ જ્વાળામુખીનો પ્રથમ વિસ્ફોટ શરૂ થયો છે.

આકાશી દ્રશ્યો માં જોવા મળી રહેલો આ અત્યંત પ્રભાવશાળી જ્વાળામુખીની અસર અનેક કિલોમીટરો સુધી અનુભવાઈ રહી છે.

વૈજ્ઞાનિકો માને છે કે જ્વાળામુખીનું આ વિકરાળ સ્વરૂપ જુલાઈના અંતમાં આવેલા ભૂકંપ સાથે જોડાયેલું છે. આ પ્રદેશમાં નોંધાયેલા સૌથી વિનાશક ભૂકંપ બાદ કામચાટકા અને ક્લ્યુચેવસ્કાયા સુધી લાવાની રાખ ફેલાઈ ચૂકી છે.

  • ક્રાશેનિનિકોવ જ્વાળામુખી લગભગ 600 વર્ષથી સુષુપ્ત અવસ્થામાં હતો, ઇ.સ. 1463 પછી તેમાંથી લાવા નીકળ્યો ન હતો.

  • તાજેતરના વિસ્ફોટમાં રાખ 6 કિલોમીટરની ઊંચાઈએ ફેંકાઈ, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અસર થઈ.

રાખના ગોટાઓએ આકાશમાં 5-6 કિલોમીટર સુધી ફેલાવો કર્યો, જેની અસર નજીકના વિસ્તારો અને હવાઈ ટ્રાફિક પર પડી છે.

રશિયામાં કામચાટકા દ્વીપ કલ્પમાં આવેલા ક્લ્યુચેવસ્કોય અને ક્રાશેનિનિકોવ જ્વાળામુખીઓમાં જે વિસ્ફોટ થયો તે 31 જુલાઈ, 2025ના રોજથી જ શરૂ થઇ ગયાહતા, અને તેની તીવ્રતા 8.8ની તીવ્રતાના ભૂકંપથી વધી હોવાનું માનવામાં આવે છે.

  • ક્લ્યુચેવસ્કોય જ્વાળામુખીનો વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો, જેમાં રાખનો ગોટો 5-6 કિલોમીટર (3.7 માઈલ) ઊંચાઈ સુધી ગયો અને 75 કિલોમીટર પૂર્વ તરફ ફેલાયો.

આ વિસ્ફોટને ભૂકંપ સાથે જોડવામાં આવે છે, જેના કારણે તેની તીવ્રતા વધી હોવાનું અનુમાન છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now