Home Agriculture Gujarati News Offbeat Stories Benincasa Hispida Farming Eshgaurd Farming Agriculture Beneficial Farming

ખેતીમાં લાખોની કમાણી! : કૃષિક્ષેત્રે ક્રાંતિ કરવી હોય તો સફેદ કોળાની ખેતી કરો!, જેમાંથી શાક, જ્યુસ અને મીઠાઈ બને છે

ખેતીમાં લાખોની કમાણી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 04:31 AM IST

ખેડૂતો હવે ખાસ પ્રકારની શાકભાજીની ખેતી કરી લાખોપતિ બની રહ્યા છે.જેની એક શાકભાજી છે એશ ગાર્ડ.. ગુજરાતમાં તેને કોળું, તરીકે ઓળખવામાં આવે છે.આ પૌષ્ટિક શાકભાજીની ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી લોકપ્રિય છે. તેનો ઉપયોગ શાકભાજી, પેઠા જેવાી મીઠાઈઓ અને આયુર્વેદિક દવાઓમાં થાય છે. આ એટલે કે એશ ગાર્ડની ખેતીમાં ખેડૂતોનામ સારી આવ થઇ શકે છે.

એશગાર્ડની ખેતીની પદ્ધતિ

એશ ગાર્ડની ખેતી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ આદર્શ છે, જ્યાં તાપમાન 24થી 35 ડિગ્રી સેલ્સિયસ હોય તેવા વિસ્તારમાં તેની ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે. ચોમાસાની અથવા ઉનાળાની શરૂઆત રોપણી માટે યોગ્ય છે. શરૂઆતમાં દર 4-5 દિવસે સિંચાઈ કરો. 90થી 120 દિવસ બાદ ફળ 3થી 4 કિલોનું અને ચમકદાર બની જાય ત્યારે કાપણી કરવામાં આવે છે.

આ રહ્યો ખર્ચ અને નફાનો હિસાબ

એશ ગાર્ડની ખેતીમાં પ્રતિ હેક્ટર શરૂઆતનો ખર્ચ આશરે 50,000થી 70,000 રૂપિયા થઈ શકે છે. જેમાં બીજ, ખાતર, સિંચાઈ, અને મજૂરીનો સમાવેશ થાય છે. એક હેક્ટરમાંથી 20થી 30 ટન એશ ગાર્ડ મળી શકે છે. બજારમાં તેની કિંમત 10થી 20 રૂપિયા પ્રતિ કિલો હોય છે. જેથી એક હેક્ટરમાં ખેતીથી 2થી 5 લાખ રૂપિયાની આવક થઈ શકે છે. જો ખેડૂત પેઠા, જ્યૂસ સહિત અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવે તો આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

એશ ગાર્ડની ખેતીના ફાયદા

એશ ગાર્ડની ખેતી ગુજરાતના ખેડૂતો માટે એક નફાકારક અને ટકાઉ વિકલ્પ છે. એશ ગાર્ડમાં પાણી, ફાઈબર, અને વિટામિન્સ A, C પ્રચુર માત્રામાં હોય છે, જે પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે.એશ ગાર્ડ લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે, જે બજારમાં ઓછી કિંમતના સમયે નુકસાન ઘટાડે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now