ગુજરાતી ફિલ્મી 'મિસરી' 31 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. પરંતુ રિલીઝ પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટ દ્વારા અમદાવાદના રસ્તાઓ પર કાયદાના ધજગરા ઉડાવતો વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાઈક ચલાવતા પ્રેમ ગઢવી, ટીકુ તલસાણીયા અને જેસલ જાડેજાની ઓળખ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાઇડ બાદ માનસી પારેખે કહ્યું કે, અમે ખૂબ મજા કરી, અમને મજા આવી. ત્યારે પ્રેમ ગઢવી બોલ્યો કે, આ એક મેમરેબલ રાઇડ હતી અને ટીકુ તલસાણીયાએ કહ્યું કે વી એન્જોય રાઇડ. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પ્રેમ ગઢવી અને ટીકુ તલસાણીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા નિવેદન નોંધીને બન્નેની ધરપકડ કરવામાં આવશે.
6 મહિનાની સજા અને લાઇસન્સ રદ!
ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા સામે સ્ટંટ કરવા બદલ BNS 281 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. BNS 281ના ગુનામાં 6 મહિનાની સજાની જોગવાઈ છે અથવા દંડ પણ કરવામાં આવી શકે છે. પોલીસ અને કોર્ટ ગુનાની ગંભીરતા જોતા ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકે છે.






