Home Gujarat Gujarat Weather Alert Diwali Rain Forecast Depression Arabian Sea

સત્તાવાર શિયાળો બેસવાના સમયે ગુજરાતમાં વરસાદની આગાહી : 25 ઑક્ટોબરથી માવઠાનો સહન કરવો પડશે માર

સત્તાવાર શિયાળો બેસવાના સમયે ગુજરાતમાં વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Oct 23, 2025, 05:56 PM IST

ગુજરાતમાં દિવાળીના તહેવારોની વચ્ચે ફરી એકવાર આકાશ મોસમી ઝાપટાં વરસાવશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પૂર્વ અરબ સાગર ઉપર એક ડિપ્રેશન સક્રિય છે, જેના પ્રભાવ હેઠળ રાજ્યમાં આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે.

વિભાગે 23 થી 29 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે, જ્યારે 25 અને 26 ઓક્ટોબરના રોજ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.


દરિયામાં ન ઉતરવાની માછીમારોને ચેતવણી

હવામાન વિભાગે માછીમારોને આગાહી આપી છે કે 25 ઓક્ટોબરથી દરિયામાં હવામાન ખરાબ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે.

આ સમયગાળામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. તદુપરાંત, પોર્ટ વોર્નિંગ DC-1 યથાવત્ છે અને માછીમારોને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવા વિનંતી કરવામાં આવી છે.

વિભાગના અહેવાલ મુજબ, આ પવનની ગતિ ક્યારેક 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવનારા દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો નોંધાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.


તાપમાન અને વાતાવરણમાં ફેરફાર

હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ન્યૂનતમ તાપમાનમાં આગામી ચાર દિવસ સુધી સ્થિરતા રહેશે અને ત્યારબાદ તેમાં પણ થોડો ઘટાડો નોંધાશે.


અમદાવાદમાં વાદળછાયું આકાશ અને ગરમ હવાની અસર

અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વિભાગના ડિરેક્ટર ડૉ. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પૂર્વ અરબ સાગર ઉપરનું ડિપ્રેશન ધીમી ગતિએ ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.

છેલ્લા છ કલાકમાં તેનું ગતિમાન માત્ર 5 કિલોમીટર પ્રતિ કલાક રહ્યું છે. હાલની સ્થિતિ મુજબ, સિસ્ટમ આગામી દિવસોમાં પૂર્વ-મધ્ય અરબ સાગર તરફ ખસી જશે.

અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટિગ્રેડ, જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેન્ટિગ્રેડ રહેવાની શક્યતા છે.


ફરી માવઠાંનો રાઉન્ડ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં ફરી એકવાર માવઠાંનો નવો ચક્ર શરૂ થવાની શક્યતા છે. તેમના અનુમાન મુજબ, 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.

આ દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે અને તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે. નિષ્ણાતોએ જણાવ્યું કે, માવઠાંના આ રાઉન્ડથી દિવાળીના અંતિમ દિવસોમાં ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય