Home Gujarat Ahmedabad Gujarat Unseasonal Rains Predicted With Hurricane Like Winds Ambalal Patel Gives Big Warning

ભૂક્કા કાઢી નાંખશે વરસાદ : અંબાલાલની આગાહી; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આ વિસ્તારોમાં વરસશે કૃદરતનો પ્રકોપ

Gujarat Weather Forecast
Published by: Viral Patel
Last Updated: Mar 27, 2026, 04:36 AM IST

Gujarat Weather Forecast: ગુજરાતમાં અત્યારે જાણે ઋતુઓનું ચક્ર ખોરવાયું હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલા જ ફરી એકવાર 'માવઠા'નું સંકટ રાજ્ય પર મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે.

હવામાન વિભાગની 'યલો એલર્ટ' સાથે આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

કયા જિલ્લાઓમાં વરસાદની અસર?

મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ગરમીની સાથે સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી: 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે, 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન એક અત્યંત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસર માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે. આ વખતે માત્ર વરસાદ જ નહીં, પણ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિ ખેતીના ઊભા પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડબલ ઋતુનો માર: પહેલા ગરમી, પછી વરસાદ

વરસાદી માહોલ જામતા પહેલા ગુજરાતીઓએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. પવનોની દિશા બદલાવાને કારણે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ અચાનક વાતાવરણ પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ ત્રાટકશે.

ખેડૂતો માટે ખાસ સૂચનાઓ

કમોસમી વરસાદ અને તેજ પવનને જોતા ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખેતરમાં કાપણી કરેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો. માર્કેટિંગ યાર્ડમાં રહેલા અનાજને તાડપત્રીથી ઢાંકી દેવું જેથી પલળે નહીં. વીજળીના કડાકા વખતે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું. આગામી 10 દિવસ ગુજરાતના હવામાન માટે ખૂબ જ નિર્ણાયક રહેવાના છે. બદલાતા હવામાનમાં તબિયતનું અને ખેતીના પાકનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં વધી રહ્યું છે "ગન કલ્ચર"
Play Video
અમદાવાદના શેલાના 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ'માં ભીષણ આગ
Play Video
અમદાવાદ: C.G રોડની જાણીતી બેકરીની નાનખટાઈમાંથી નીકળી જીવાત
જમાલપુરની 24 પોળમાં હવે ‘સમ ખાવા પૂરતો’ પણ હિન્દુ નથી!