Gujarat Titans : IPL 2026 ની શરૂઆત બેંગલુરુમાં થઈ તેને હવે ત્રણ અઠવાડિયાનો સમય વીતી ગયો છે. અત્યાર સુધીની આ સિઝનમાં ઘણી ટીમોના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે ટીમોના આયોજનમાં મુશ્કેલી પડી રહી છે. હવે આ લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સનું નામ પણ જોડાઈ ગયું છે, જેમને આજની મેચ (17 માર્ચ કોલકાતા સામેની મેચ) પહેલા મોટો ફટકો પડ્યો છે.
સ્ટાર ઓલરાઉન્ડર ટીમની બહાર
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ માટે મુશ્કેલીના સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ઈંગ્લિશ ઓલરાઉન્ડર ટોમ બેન્ટન ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચના દિવસે જ આ સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, 27 વર્ષીય બેન્ટનને આંગળીમાં ઈજા થતાં તે આ IPL માં રમી શકશે નહીં.
કોણ છે નવો ખેલાડી કોનર એસ્ટરહુઇઝન
ગુજરાત ટાઇટન્સે સમય બગાડ્યા વગર રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકાના 24 વર્ષીય યુવા ખેલાડી કોનર એસ્ટરહુઇઝનને બાકીની સિઝન માટે ટીમમાં સામેલ કરાયો છે. કોનરને 75 લાખ રૂપિયામાં ટીમમાં સ્થાન મળ્યું છે. તેને હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતું, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો.
ગુજરાત ટાઇટન્સનું અત્યાર સુધીનું પરફોર્મન્સ
આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની શરૂઆત થોડી નબળી રહી હતી અને શરૂઆતની બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે ટીમ ફોર્મમાં પરત ફરી છે અને સતત બે મેચ જીતી છે. કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે અને બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા વિકેટ ઝડપીને તરખાટ મચાવી રહ્યો છે. હાલમાં પ્રસિદ્ધ કૃષ્ણા પાસે પર્પલ કેપ પણ છે.
આજનો પડકાર અને લક્ષ્ય
આજે 17 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. વર્ષ 2022 માં પોતાની પ્રથમ જ સિઝનમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમ આ વર્ષે બીજી વખત ટ્રોફી જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. નવા ખેલાડીના આવવાથી ટીમનું મનોબળ વધશે તેવી આશા છે.





