Home Entertainment Virat Kohli Likes German Influencer Liz Laz Photo Viral

વિરાટ કોહલી ફરી ચર્ચામાં : વિરાટની એક 'લાઈક' એ સોશિયલ મીડિયા પર મચાવ્યો હોબાળો

Virat Kohli's like on German influencer Liz Laz's Instagram photo
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 17, 2026, 11:34 AM IST

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અત્યારે IPL 2026 માં શાનદાર ફોર્મમાં છે, પરંતુ આ વખતે તે મેદાન પરના પ્રદર્શનને કારણે નહીં પણ સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં વિરાટના ઓફિશિયલ એકાઉન્ટ પરથી જર્મન મોડેલ અને વ્લોગર લિઝ લાઝ (LizLaz) ના એક જૂના ફોટો પર 'લાઈક' જોવા મળતા ફેન્સ ચોંકી ગયા છે.

યુઝવેન્દ્ર ચહલની કોમેન્ટ અને મીમ્સનો વરસાદ

આ 'લાઈક' વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. ખાસ કરીને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તે પોસ્ટ પર "Algorithm" એવી કોમેન્ટ કરી હતી, જેનાથી લોકો વધુ હસવા લાગ્યા હતા. ચાહકો હવે વિરાટના ગયા વર્ષના એ સ્પષ્ટીકરણને યાદ કરી રહ્યા છે જેમાં તેણે અવનીત કૌરના ફોટો પરની લાઈકને 'એલ્ગોરિધમની ભૂલ' ગણાવી હતી.

આ પણ ખાસ વાંચો : વિરાટ કોહલીને ફિટ રાખતી આ યુવતી કોણ? | RCB ની નવનીતા ગૌતમ બની ચર્ચાનું કેન્દ્ર! | Offbeat Stories

કોણ છે લિઝ લાઝ?

લિઝ લાઝ જર્મનીની એક જાણીતી વ્લોગર અને સિંગર છે, જેની પાસે અંદાજે 5 Lakh થી વધુ ફોલોઅર્સ છે. ફોટોગ્રાફર અદ્વૈત વૈદ્યએ જ્યારે વિરાટની આ લાઈકનું સ્ક્રીનશોટ શેર કર્યું ત્યારે તેને 'GOAT' (Greatest of All Time) તરફથી મળેલું સન્માન ગણાવ્યું હતું.

શું આ ફરીથી 'એલ્ગોરિધમ'ની ભૂલ છે?

વિરાટ કોહલી હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમી રહ્યો છે અને તેની ટીમ 5 માંથી 4 મેચ જીતીને મજબૂત સ્થિતિમાં છે. અંગત જીવનમાં વિરાટ હંમેશા ખૂબ જ શિસ્તબદ્ધ રહ્યો છે, તેથી ફેન્સ આ ઘટનાને માત્ર એક મનોરંજક અકસ્માત અથવા ટેકનિકલ ખામી તરીકે જોઈ રહ્યા છે. હજુ સુધી વિરાટ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now