ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ જોરશોરથી જામી છે. છેલ્લા 24 કલાકમાં 120 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના જિલ્લાના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ વરસ્યો છે. જ્યાંરે નિર્ઝરમાં 2.05 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ, નર્મદા જિલ્લાના સાગબરામાં 1.47 ઇંચ અને જામનગરમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા વરસાદ નોંધાયો છે.
જુઓ ઝોન વાઈઝ...
દક્ષિણ ગુજરાત: 28 ઇંચ
સૌરાષ્ટ્ર: 44%
પૂર્વ મધ્ય ગુજરાત: 42.42%
કચ્છ: 42%
ઉત્તર ગુજરાત: 39%
વલસાડમાં અત્યાર સુધી 38 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ ચોમાસામાં વરસાદે જોરદાર જમાવટ કરી છે. જેમાં વલસાડ જિલ્લો સૌથી આગળ છે જ્યાં અત્યાર સુધીમાં 38.50 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજા ક્રમે ડાંગ જિલ્લો છે જ્યાં 31.70 ઇંચ અને સુરત જિલ્લામાં 28.50 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ખેડૂતો માટે આશાજનક સાબિત થયો છે અને પાણીના સ્રોતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ધમધોકાર વરસી શકે છે.
ધમધોકાર વરસાદની આગાહી
આજેથી આગામી 7 દિવસ ગુજરાતમાં મેઘરાજા ભારે ત્રાટકવાની તૈયારી છે. આજે ખાસ કરીને તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠેરઠેર વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ચેતવણી જારી કરતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
24થી 30 જુલાઈ: અતિભારે વરસાદનો ખતરો
અંબાલાલ પટેલે જણાવ્યું કે 18 જુલાઈ પછી રાજ્યમાં થોડોક વરસાદી વિરામ આવી શકે છે, જ્યારે 22 જુલાઈ બાદ હવામાનમાં ફરી પલટો આવી શકે છે. ખાસ કરીને 24 થી 30 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદની શકયતા છે, જેને લઈને તંત્રને તૈયારી રાખવાની અપીલ કરવામાં આવી છે.





