Home Gujarat Gujarat Rain News Sowing Of Monsoon Kharif Crops Completed In More Than 50 Percent

સારો વરસાદ થતા ખેડુતોએ મન મુકીને કરી વાવણી : ગુજરાતમાં અત્યારસુધી 50 ટકા વિસ્તારમાં વાવેતર,સૌથી વધુ આ પાકની થઈ વાવણી

સારો વરસાદ થતા ખેડુતોએ મન મુકીને કરી વાવણી
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 10:48 AM IST

- 50.32 ટકા વિસ્તારમાં ચોમાસું વાવણી પૂર્ણ
- 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર
- 17.10 લાખ હેકટર વિસ્તારમાં કપાસ
- 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર


Agriculture News: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 7 જુલાઈ 2025ની સ્થિતિએ જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32 ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

17.10 લાખ હેકટર વિસ્તારમાં કપાસઆ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે 17.10 લાખ હેકટર વિસ્તારમાં કપાસ જ્યારે 3.10 લાખ હેક્ટરમાં ઘાસચારો,1.58 લાખ હેક્ટરમાં સોયાબીન,1.03 લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 43.05 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now