Home Gujarat Gujarat Rain Forecast Eavy Rain Red Alert 3 Districts And 5 Districts Orange Alert

મેઘરાજા આજે પણ નહીં છોડે! : 3 જિલ્લામાં રેડ અને 5 માં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મેઘરાજા આજે પણ નહીં છોડે!
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 04:19 AM IST

Gujarat Weather Upadate: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. વરસાદે અનેક વિસ્તારોમાં બરાબરના ધમરોડી નાખ્યા છે. ત્યારે આજે પણ વરસાદ શાંતિ ના મૂડમાં નથી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 જિલ્લામાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણમાં આજે અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ત્યારે બીજી બાજુ, તાપી, ડાંગ, જુનાગઢ, મહીસાગર અને અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 5 જિલ્લામાં ભારે વરસાદ આવવાની સંભાવના છે.

26 જિલ્લામાં યેલો એલર્ટ

આ સિવાયના ગુજરાતના બાકીના 26 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now