Breaking News: બે નવા ચહેરાઓનો આજથી ગુજરાત વિધાનસભાના ગૃહમાં સમાવેશ થશે. જેમાં એક કમળના નિશાન સાથે તો એક ઝાડૂના નિશાન સાથે પોતાની રાજકીય કારકિર્દીમાં ગૃહનું પગથિયું ચઢશે.
2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા બંને ઉમેદવારોનો આજે વિધાનસભા ખાતે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો. 
જેમાં AAPના ગોપાલ ઈટાલિયા વીસાવદરના ધારાસભ્ય તરીકે પદભાર સંભાળ્યો. જ્યારે કડી બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ધારાસભ્યા તરીકે શપથ લીધાં. 
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદરથી ભાજપને જંગી મતોથી હરાવી ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય તરીકેના શપથ લેવા ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા.
આજથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆતઃ ગોપાલ ઈટાલિયા
આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં એક ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે પોતાની શપથ વિધિ માટે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય હેમંત ખવા સહીત અનેક AAP આગેવાનો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલ ઇટાલીયાએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છેકે, ભાજપના અરમાનો પર ઝાડું ફેરવી વાયા વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઈટાલિયા. ગોપાલ ઈટાલિયાએ પણ જીત સાથે જણાવ્યું હતુંકે, હું આવતીકાલથી જ ફિલ્ડમાં ઉતરવાનો છું. હું એક પણ દિવસ જંપીને બેસવાનો નથી. મારા મતવિસ્તાર ઉપરાંત પણ ગુજરાતમાં કોઈપણ ખૂણે કોઈને પણ કોઈ અન્યાય થતો હશે તો હું તેની સાથે ઉભો રહીશ.
ચૂંટણી પરિણામોઃ
AAPએ ભાજપના અરમાનો પર ફેરવ્યું ઝાડુ:
વિસાવદર પેટાચૂંટણીમાં AAPએ સર્જ્યો અપસેટ
ગોપાલ ઇટાલિયાની 17581 મતથી જીત
કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38904 મતથી જીત્યા
બન્ને પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર





















