Home Gujarat Gujarat Politics Aap Bjp Congress Gopal Italia Kanti Amrutia Mla

"Video બનાવીને પાછા ના આવતા, રાજીનામું આપીને આવજો કાંતિકાકા" : શું કહ્યું AAP નેતા પ્રવીણ રામે ?

"Video બનાવીને પાછા ના આવતા, રાજીનામું આપીને આવજો કાંતિકાકા"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 12:22 PM IST

Gujarat Politics: હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે રાજીનામાની ચેલેન્જ પોલિટિક્સને લઈને બરાબરીનો જંગ જામ્યો છે. બન્ને એકબીજાને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને એકબીજાની સામે ફરી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું છેકે, "Video બનાવીને પાછા ના આવતા, રાજીનામું આપીને આવજો કાંતિકાકા".

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આક્ષેપ કરતા જણાવ્યું છેકે, ગુજરાતના રોડ રસ્તાની હાલત ,ગંભીરા બ્રીજની ઘટના, નલ સે જલ અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પરથી લોકોનું ધ્યાન ભટકાવવા ભાજપે કાંતિ કાકાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગુજરાતના રોડ રસ્તાની હાલત ,ગંભીરા બ્રીજની ઘટના, નલ સે જલ અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પર ભાજપ કંઈ કહેવા તૈયાર નથી. જો રાજીનામાં જ આપવા હોય તો આખી સરકારનું રાજીનામું આપી દો અને ચૂંટણી કરાવો એવી AAP નેતા પ્રવીણ રામની ભાજપને ચેલેન્જ આપી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ, નળ સે જલ યોજના અને મનરેગા કૌભાંડથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ નૌટંકી શરૂ કરી છે. મોરબીના ધારાસભ્ય હાલ મોરબીથી ગાંધીનગર જવા રવાના થયા છે અને ક્યાંય જાત્રાએ જતા હોય તે પ્રમાણે 40-50 લોકો તેમને મુકવા માટે આવે છે, અને જે રીતે એ લોકો ખુશ હતા અને હસી રહ્યા હતા તે જોઈને લાગતું હતું કે તેઓ મનમાં અને મનમાં વિચારતા હશે કે મોરબીના ધારાસભ્ય જો રાજીનામું આપી દે તો તેમનો છુટકારો થઈ જાય. કાંતીકાકા હવે ગાંધીનગર જઈ વિડીયો બનાવશે અને કહેશે કે હું આવી ગયો ગોપાલભાઈ ના આવ્યા. તો હું એમને કહેવા માંગીશ કે ગોપાલભાઈએ કહ્યું હતું કે “12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં કાંતીકાકા રાજીનામું આપશે ત્યારબાદ તેઓ તેમની ચેલેન્જ સ્વીકારવા માટે કંઈ વિચારશે.” આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈએ ક્યાંય પણ રાજીનામુંનો ઉલ્લેખ કર્યો ન હતો. કારણ કે હજુ સુધી ગોપાલભાઈની શપથવિધિ પણ થઈ નથી.

કાંતીકાકાને હું કહેવા માંગીશ કે તમે મોરબીથી આટલા દૂર ગાંધીનગર ગયા છો તો હવે એમ ને એમ પાછા ન આવતા પરંતુ તમે એવું કહ્યું છે તો હવે રાજીનામું આપીને જ આપજો. હું ભાજપને કહેવા માંગી છે કે તમને લોકોને કામ કરવામાં અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં જરા પણ રસ નથી પરંતુ આવી રાજનીતિમાં લોકોનું ધ્યાન અટકાવવામાં જ તમને રસ છે. હજુ પણ અમે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારે રાજીનામા આપવા હોય તો તમારી આખી સરકાર રાજીનામું આપી દે પછી અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ. હું મોરબીના ધારાસભ્ય કાંતિકાકાને પણ કહેવા માંગીશ કે તમે પણ કહીને આવો કે આખી સરકાર રાજીનામું આપી દે પછી લોકો નક્કી કરશે કે કોનું શું કરવું અને કોને વોટ આપવો. બસ કાંતિકાકાને વિનંતી કે વિડીયો બનાવીને પરત ન આવતા રાજીનામું આપીને જ પરત આવજો.

ઉલ્લેખનીય છેકે,ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મોરબીથી ચૂંટણી લડવા ગોપાલ ઈટાલિયાને વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને લઈને કાંતિ અમૃતિયા પણ પોતે પોતાનું રાજીનામું આપવા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતાં. જોકે, એવું કહેવાય છેકે, ઈટાલિયા રાજીનામું આપવા ગાંધીનગર ન આવતા અમૃતિયા પોલિટિકલ ડ્રામા પુરો કરીને પરત ફર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now