ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડર તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી, 2026થી શરૂ થવાની છે. તમને જણાવી દઈએ કે PSI અને લોકરક્ષક કેડર માટે 13,591 જગ્યાઓ માટે યોજાયેલી આ ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી.
તમને જણાવી દઈએ કે ફિઝિકલ ટેસ્ટ માટેના કોલલેટર ડાઉનલોડ અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ આ અંગે ભરતી બોર્ડે જણાવ્યું છે કે તેને ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. સાથે જ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રેગ્યુલર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ જોતાં રહે અને તેમાં આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
ઉલ્લેખનીય છે કે PSI અને લોકરક્ષક જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે. તેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.




















