Home Gujarat Gujarat Police Promotion Low And Order Offbeatstories

ગુજરાતનાં 561 ASIની PSI તરીકે બઢતી : છેલ્લા 15 મહિનામાં કુલ 7031 જેટલા પોલીસ કર્મીઓને બઢતી અપાઈ

ગુજરાતનાં 561 ASIની PSI તરીકે બઢતી
Published by: OBS Bureau
Last Updated: Apr 03, 2025, 12:32 PM IST

ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. ત્યારે રાજ્યનાં વધુ 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. 

બઢતી પોલીસ કર્મીઓમાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળી હતી અને આજે વધુ ૨૬૧ એ.એસ.આઇને બઢતી મળતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.


પોલીસ કર્મીઓમાં ઉત્સાહનં વાતાવરણ ઉજાગર થયું

વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઈને પી.આઈ, ૩૯૭ એ.એસ.આઈને પી.એસ.આઈ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં આજે તા. ૦૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ વધુ ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે અને કર્મચારીઓના મનોબળમાં વિશેષ વધારો થયો છે.


રાજ્યની લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા વધુ મજબૂત બનશે

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો પણ છે. વર્ષ ૨૦૨૪ની આ સિદ્ધિ અને વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now