Home Gujarat Gujarat News Vadodara News Threat To Blow Up Vadodaras Cygnus School With A Bomb

વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા  પોલીસ દોડતી થઈ : 12 દિવસમાં 3 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેલ! વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ફફડાટ

વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા  પોલીસ દોડતી થઈ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 08:06 AM IST

Breaking News: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતની સ્કૂલમાં અસલામતી ભર્યું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ખાસ કરીને સંસ્કારી નગરી વડોદરાને વારંવાર ટાર્ગેટ બનાવાઈ રહી છે. આજે ફરી એકવાર વડોદરાની એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સમાચાર વહેતા થતાંની સાથે જ વડોદરામાં ખળભળાટ મચી ગયો છે.

વિદ્યાર્થીઓની સાથો સાથ વાલીઓમાં પણ આ પ્રકારની ધમકીથી ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ શિક્ષકો અને શાળા સંચાલકો માટે પણ આ એક મોટો પડકાર છે. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ વિભાગ દોડતો થયો છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બાળકોને વાલીઓ સાથે ઘરે મોકલાવાયા:

વડોદરામાં સ્કૂલને મળેલી ધમકી અંગે DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો મેસેજ મળતાં જ તાત્કાલિક અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે. આ મેસેજમાં RDX મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે, ત્યારે હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ્સ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now