Today PM Modi Road Show: આજથી બે દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે એક જ દિવસમાં પ્રધાનમંત્રી મોદી રાજ્યના 3 જિલ્લાઓમાં રોડ શો કરશે. અમદાવાદ, વડોદરા અને ભૂજમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ સાથે સ્વાગત થશે. રોડ પર ઓપરેશન સિંદૂર, તિરંગા અને બ્રહ્મોસ મિસાઈલનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં.
વડોદરામાં રોડ શોઃ
આજથી બે દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે 10 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી મોદી વડોદરા એરપોર્ટ પહોચશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં ઉમટી પડી મુસ્લિમ સમાજની મહિલાઓ. જે દર્શાવે છેકે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને અહીં દરેક ધર્મનું એક સમાન સન્માન કરવામાં આવે છે. ગુજરાત તેનું જીવંત ઉદાહરણ છે. ખાસ કરીને વડોદરામાં પોતાના વતનમાં ઓપરેશન સિંદૂરને લીડ કરનાર કર્નલ સોફિયા કુરૈશી પોતાના પરિવાર સાથે પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા છે.
PM દેશને સમર્પિત કરશે પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનઃ
વડોદરાથી PM મોદી દાહોદ જશે. જ્યાં તેઓ રેલ્વે પ્રોડક્શન યુનિટ પહોંચી દેશનું પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. સાથે જ 24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
ભૂજમાં રોડ શોઃ
ભૂજમાં બપોરે 2 કલાકે રોડ-શો એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિ.મીનો લાંબા રોડ-શોમાં 10 હજાર મહિલાઓ કેસરી સાડી સાથે સેથામાં સિંદૂર પુરીને સ્વાગત કરશે.
અમદાવાદમાં રોડ શોઃ
અમદાવાદમાં સાંજે 6 કલાકે એરપોરર્ટથી ઇન્દિરા બ્રીજ સુધી રોડ-શો યોજાશે.જેમાં હજારો કાર્યકરો ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે.
ગાંધીનગરમાં રૂ. 5536 કરોડના પ્રોજકટ્સનું લોકાર્પણ-ખાતમૂર્હૂતઃ
મંગળવારે ગાંધીનગરમા મહાત્મા મંદિરમાં રૂ.5536 કરોડના પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ-ખાતમૂર્હૂત કરાશે. ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરી નેતાઓને મળશે. એકંદરે બે દિવસ દરમિયાન કુલ રૂ.82,950 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. વડાપ્રધાન તા.27મીએ સવારે 11 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ,માર્ગ-મકાન,જળ સંશાધન,આરોગ્ય અને મહેસુલ વિભાગના રૂ. 5536 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. શહેરી વિકાસ વિભાગમાં જામનગર,સુરત,અમદાવાદ,ગાંધીનગર અ્ને જૂનાગઢ વિવિધ કાર્યોનો સમાવેશ છે.
અમદાવાદને મળશે અનેક વિશેષ ભેટઃ
અમદાવાદમાં 1 હજાર કરોડના સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમૂર્હૂત,પ્રધાનમંત્રી આવાસના 1006 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 22 હજારથી વધુ આવાસનું લોકાર્પણ કરશે. ઉપરાંત માર્ગ-મકાનના રૂ. 170 કરોડના લોકાર્પણ-ખાતમૂર્હૂત,જળ સંશાધનના રૂ.1860ના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત,ગાંધીનગરમાં યુ.એન.મહેતા ઇન્સિ્ટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ,અમદાવાદમાં 588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા આઇપીડીનું ખાતમૂર્હૂત કરશે.
ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં: DGP ડૉ. કે.એલ.એન. રાવની ઉચ્ચ સ્તરીય બેઠક, અસામાજિક તત્વો સામે 'પાસા' લગાવવા આદેશ






