Home Gujarat Gujarat News Narcotics Free Campaign In Bhavnagar District

ભાવનગરમાં ગોગો સ્ટીક, રોલિંગ પેપર, સ્મોકિંગ કોન વગેરે પર 'બુચ'? : જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું

ભાવનગરમાં ગોગો સ્ટીક, રોલિંગ પેપર, સ્મોકિંગ કોન વગેરે પર 'બુચ'?
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 11:09 AM IST

Bhavnagar Nashmukta Abhiyan: ભાવનગર જિલ્લામાં નશામુક્ત અભિયાનને વધુ વેગ આપવા માટે પ્રશાસન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે. ભાવનગર પોલીસ દ્વારા નાર્કોટિક્સ પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા સાધનોના વેચાણ અને સંગ્રહ પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માહિતી મુજબ, ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ગોગો સ્ટીક, રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા કલેક્ટરને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, તમામ સામગ્રી (ગોગો સ્ટીક, રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ) નો વેચાણ, ખરીદી અને સંગ્રહ કરવાની સખત મનાઈ હેઠળ આવશે. આ વસ્તુઓ સામાન્ય રીતે નશીલા પદાર્થોના સેવનમાં મદદરૂપ થતી હોવાથી, યુવાવર્ગને નશાની વણજોયેલી આદતથી બચાવવા આ પગલું લેવામાં આવ્યું છે.

ભાવનગર પોલીસ દ્વારા જાહેર જનતા અને વેપારીઓને આ નવા નિયમનો કડકપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ નિર્ણય સાથે ભાવનગરમાં “નશા મુક્ત ભાવનગર અભિયાન”ને વધુ શક્તિશાળી બનાવવા પ્રયાસો તીવ્ર બન્યા છે. પ્રશાસન અને પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નશીલા પદાર્થો અને તેના ઉપયોગ માટેના સાધનો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બગવાડા ટોલનાકા પર પકડાઈ ક્રૂરતાની પરાકાષ્ઠા
ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું
સુરત સચિન GIDCમાં ભીષણ આગ
Play Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ