Bhavnagar Fire: ભાવનગરના કાળુભા રોડ પર આવેલી દેવ લેબોરેટરીઝમાં આજે આગ લાગવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. લેબોરેટરી આવેલી બિલ્ડિંગમાં અનેક હોસ્પિટલો પણ કાર્યરત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર સ્ટાફે ઝડપી કામગીરી કરીને આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લીધી હતી, જેથી મોટું અકસ્માત ટળ્યું હતું.
આગની અસર હોસ્પિટલો સુધી પહોંચી હોવાથી બિલ્ડિંગમાં ફસાયેલા દર્દીઓનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજિત 20 જેટલા દર્દીઓને, જેમાં નાના બાળકો પણ સામેલ છે, સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
સૌભાગ્યે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે આગ કેવી રીતે લાગી તે અંગે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફ, ફાયર વિભાગ અને સ્થાનિકોની તાત્કાલિક સતર્કતા કારણે મોટી દુર્ઘટના ટળી છે.






