Home Gujarat Gujarat News Ahmedabad Rath Yatra Live Update

અમદાવાદની રથયાત્રા, જગન્નાથનો જયજયકાર... : રથ ચાલે, ભક્તો નાચે, ગુંજે શંખ-ઘંટનો નાદ હૈયે હરખ ભરે

અમદાવાદની રથયાત્રા, જગન્નાથનો જયજયકાર...
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2025, 02:06 PM IST

“જય જય જગન્નાથ”ના નાદ સાથે આજે અમદાવાદમાં 148 ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની પરંપરાગત નગરચર્યાએ નિજ મંદિરેથી નિકળ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થઈ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

રથની રેલમાં અમદાવાદ રેલાયું  (Update 5:15)
ભગવાનના દર્શન કરવા માટે ગલીએ ગલીએ ઉમંગ અને શ્રદ્ધાની ધૂન લાગી છે, રથની રેલમાં અમદાવાદ રેલાયું છે. જ્યાં રથના ચક ગરજે છે ધૂળની ઉજાસ ઉડતી નજરે પડે છે.

રથ કાલુપુર ખાતે પહોંચ્યો (Update 5:00)
ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજીના રથ નીજ મંદિરે પરત ફરવા રથ કાલુપુર ખાતે પહોંચ્યો છે

ત્રણેય રથ સરસપુરથી રવાના થયા (Update 3:50)
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રથાયાત્રામાં સામેલ થયા હતા. દરિયાપુર તંબુ ચોકી ખાતે તેમણે રથયાત્રાને આવકારી હતા તેમજ ભગાવનના દર્શન કર્યા હતાં. ત્યારબાદ ત્રણેય રથ સરસપુરથી રવાના થયા હતા. દરિયાપુર તંબુ ચોકી પાસે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, ધારાસભ્ય અમિત શાહ અને રાજ્ય પોલીસવડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક હાજર રહ્યાં હતા
રથયાત્રામાં સુરક્ષા અને સલામતીને લઈ ખાસ વ્યવસ્થા (Update 3:47 PM)
અમદાવાદમાં રથયાત્રામાં સુરક્ષા અને સલામતીને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે 3500 CCTV કેમેરાની સાથે AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.


સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરાયું
ભગવાન જગન્નાથજી સરસપુર ખાતે મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી મોસળ પહોંચતા સરસપુરના ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતા અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. ભગવાન જગન્નાથના મોસાળમાં ભક્તોનો જમણવારનું આયોજન કરાયું હતું. સરસપુરની દરેક શેરીઓમાં પુરી-શાક, મોહનથાળ અને ફૂલવળીની પ્રસાદીની ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે રથયાત્રા યોજાઈ રહી છે. આ વર્ષે રથયાત્રામાં 2500થી વધુ સાધુ-સંતો પણ જોડાયા છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now