Home Gujarat Gujarat News Ahmedabad Ramol Police Station Mahesh Jain Fraud Case

કૌભાંડી મહેશ જૈન સહિત ત્રણ સામે FIR : કરોડોના ગોટાળાનો આક્ષેપ, ગુનો નોંધી પોલીસની તપાસ તેજ

કૌભાંડી મહેશ જૈન સહિત ત્રણ સામે FIR
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 05:13 AM IST

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં કૌભાંડી મહેશ જૈન સહિત ત્રણ લોકો સામે 15 ઓક્ટોબર, 2025ના રોજ કાયદેસર રીતે FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદ નંબર 11191024251 મુજબ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 173 અંતર્ગત નોંધવામાં આવી છે, જેમાં કલમો 316(2), 318(4), અને 61(2) નો સમાવેશ થાય છે.

આ સમગ્ર કેસમાં મુખ્ય ફરિયાદી તરીકે હનિફ કુરેશીના નામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, મહેશ જૈન, નીતિન જૈન અને સુશિલ જૈન એ વિવિધ વ્યક્તિઓ સાથે રોકાણની લાલચ આપી કરોડો રૂપિયાનું કથિત છેતરપિંડીનું ષડયંત્ર રચ્યું હતું.

ફરિયાદી તરફથી લગાવવામાં આવેલા આરોપો

ફરિયાદ અનુસાર, આરોપીઓએ જૈન સમાજના વિવિધ સભ્યો સાથે મળીને રોકાણના નામે મોટી રકમ જમા કરી હતી. તેમને નફાના વાયદા કર્યા હતા અને નોટરી કરાર દ્વારા વિશ્વાસ ઉભો કર્યો હતો. પરંતુ સમય જતાં રોકાણ પર વ્યાજ આપવાનું બંધ કરી દીધું અને મુખ્ય રકમ પણ પાછી નહીં આપી.

જમીન ખરીદી અને વિક્રયના નામે પણ ઘણા લોકોને છેતર્યા છે. ફરિયાદી હનિફભાઈએ પોતાની અને અન્યની સંપત્તિમાંથી મોટો ભાગ આ આરોપીઓના કહેવાથી આપ્યો હતો.

ચોરી થયેલી મિલકતો અને કુલ નુકસાન

ફરિયાદ મુજબ, વિવિધ વ્યક્તિઓ પાસેથી અંદાજે ₹3,30,00,000થી વધુ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ પૈકી અનેક નાણાકીય લેવડદેવડ ચોક્કસ રીતે નોંધાયેલા છે.

પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી

હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. પોલીસ આ મામલામાં તમામ નોટરી કરારો, બેંક ટ્રાન્ઝેક્શન અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય