Home Gujarat Gujarat New Cabinet Reshuffle Saurashtra Representation Bjp Formula

પૂર્ણ કદનું બનશે મંત્રી મંડળ : દરેક જ્ઞાતિ અને ઝોનને આવરી લેવાનો ભાજપનો પ્રયાસ

પૂર્ણ કદનું બનશે મંત્રી મંડળ
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 04:26 PM IST

ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વિષય એટલે નવું મંત્રીમંડળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામાં સ્વીકારી લીધા બાદ હવે નવું કેબિનેટ 27 સભ્યો સાથે રચાવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ વખતે ભાજપે દરેક ઝોન, જિલ્લા અને જ્ઞાતિનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.


નવું સમીકરણ : 27 સભ્યોનું મંત્રીમંડળ

સમાજ / વર્ગ

સંખ્યા

કડવા પાટીદાર

3

લેઉવા પાટીદાર

4

બ્રાહ્મણ

3

ક્ષત્રિય રાજપૂત

1

અન્ય સર્વણ

2

ક્ષત્રિય OBC

8

આદિવાસી

4

SC

2

ભાજપનું માનવું સ્પષ્ટ છે, કોઈ જ્ઞાતિ અથવા વિસ્તાર બાકાત ન રહે તે રીતે બેલેન્સ્ડ કેબિનેટ તૈયાર કરાશે.


સૌરાષ્ટ્ર ફરીથી કેન્દ્રસ્થાને

સૌરાષ્ટ્ર હંમેશાં ગુજરાતના રાજકારણનું કેન્દ્ર રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિજય રૂપાણીની વિદાય બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી એવી ચર્ચા વધતી ગઈ હતી. આ વખતે એ ખામી દૂર થાય તે માટે ભાજપે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારવાનો નિશ્ચય કર્યો છે.

લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળમાં વધુ પ્રતિનિધિત્વ અપાશે. જો નાયબ મુખ્યમંત્રી (DyCM)ની ફોર્મ્યુલા અપનાવવામાં આવે, તો સૌરાષ્ટ્રના કોઈ યુવા નેતાને તક મળવાની શક્યતા છે.


પાટીદાર ફેક્ટર અને ખેડૂત આંદોલનનું રાજકારણ

તાજેતરમાં બોટાદમાં આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોના આંદોલન બાદ ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા જેવા નેતાઓ લાઇમલાઇટમાં આવ્યા હતા. પાટીદાર સમુદાય ભાજપથી દૂર ન થાય તે માટે પાટીદાર નેતૃત્વ મજબૂત બનાવવું પક્ષ માટે આવશ્યક બની ગયું છે.


પ્રાદેશિક સંતુલન અને કચ્છ-સુરેન્દ્રનગરનું તોફાન

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નવા ચહેરાઓને સ્થાન મળશે, પરંતુ સુરેન્દ્રનગર અને કચ્છના ધારાસભ્યોને સ્થાન ન મળે તેવી શક્યતા છે.

2022ની વિધાનસભા ચૂંટણી પછીની કેબિનેટમાં સૌરાષ્ટ્રમાંથી 5 નેતાઓને સ્થાન અપાયું હતું.
રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, ભાનુબેન બાબરિયા અને પરશોત્તમ સોલંકી.
હાલમાં બધા મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે અને મોટાભાગના મંત્રીઓને પડતા મુકવાની શક્યતા છે. પરંતુ તેમાથી પણ મુળુ બેરાને યથાવત રાખવામાં આવી શકે છે.


નવા મંત્રીમંડળમાં ભાજપે

  • પ્રાદેશિક સંતુલન,

  • જાતિગત સમીકરણ, અને

  • યુવા નેતાઓના પ્રતિનિધિત્વ
    ત્રણે પાસાંને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.

સૌરાષ્ટ્રના પાટીદાર અને કોળી નેતાઓની ઉપસ્થિતિ વધારવાની સાથે, નવું કેબિનેટ રાજકીય રીતે વધુ વ્યાપક અને સંતુલિત બને તેવા સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કોને-કોને મળશે નવી સરકારમાં મંત્રીપદ?

વર્તમાન સરકારમાંથી કયા મંત્રીઓ રહેશે યથાવત?

હર્ષ સંઘવી

ઋષિકેશ પટેલ

બળવંતસિંહ રાજપૂત

મૂળૂ બેરા

-------------------------

વર્તમાન સરકારની કેબિનેટમાંથી કોનું-કોનું કપાશે પત્તું?

કનુ દેસાઈ

રાઘવજી પટેલ

કુંવરજી બાવળિયા

કુબેર ડિંડોર

ભાનુબેન બાબરિયા

-----------------------

વર્તમાન સરકારની રાજ્યકક્ષામાંથી કોનું-કોનું કપાશે પત્તું?

બચુ ખાબડ

મુકેશ પટેલ

પ્રફૂલ પાનસેરિયા

ભીખુસિંહ પરમાર

જગદીશ વિશ્વકર્મા

પરસોત્તમ સોલંકી

કુંવરજી હળપતિ

---------------------

નવી સરકારમાં કોણ બનશે કેબિનેટ મંત્રીઓ?

જીતુ વાઘાણી (કેબિનેટ)
હર્ષ સંઘવી (કેબિનેટ)

જયેશ રાદડિયા (કેબિનેટ)

શંકર ચૌધરી (કેબિનેટ)

અર્જુન મોઢવાડીયા (કેબિનેટ)

ઋષિકેશ પટેલ (કેબિનેટ)

બળવંતસિંહ રાજપૂત (કેબિનેટ)

પ્રફૂલ પાનસેરિયા (કેબિનેટ)

મૂળૂ બેરા (કેબિનેટ)

સી.જે.ચાવડા (કેબિનેટ)

હીરા સોલંકી (કેબિનેટ)

શંભુનાથ ટુંડિયા (કેબિનેટ)

નરેશ પટેલ (કેબિનેટ)

------------------------

નવી સરકારમાં કોણ બનશે રાજ્યકક્ષાના મંત્રીઓ?

ઉદય કાનગડ

કેયૂર રોકડિયા

અમિત શાહ

અમિત ઠાકર

કિરીટસિંહ રાણા

ઈશ્વરસિંહ પટેલ

મહેશ કસવાલા

અલ્પેશ ઠાકોર

જયરામ ગામીત
સંદીપ દેસાઈ

કૌશિક વેકરિયા
રિવાબા જાડેજા

સંગીતા પાટીલ

દર્શિતા શાહ

ડો.પાયલ કુકરાણી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય