Home Gujarat Gujarat Local Body Elections 2026 Election Program Likely 26 March

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 07:24 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ બન્યો છે. ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ ચૂંટણી રાજ્યભરની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે યોજાશે.

394 સંસ્થાઓમાં યોજાશે ચૂંટણી

મળતી માહિતી મુજબ રાજ્યભરમાં કુલ 394 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે. તેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે અને સંભવિત ઉમેદવારો અંગે ચર્ચાઓ તેજ બની છે.

પારદર્શક ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂક

ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ અધિકારીઓ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે તેમજ મતદાન અને ગણતરી દરમિયાન તમામ નિયમોનું પાલન થાય તેની જવાબદારી નિભાવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્યમાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now