Home International Gujarat Latest Live News Today Politics Updates Daily Breaking Offbeatstories

અમદાવાદમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી : લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટને ઉડાવી દેવી ધમકીભર્યો લેટર મળ્યો

અમદાવાદમાં ફ્લાઈટને બોમ્બથી ઉડાવાની ધમકી
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 08:11 AM IST

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો લેટર મળ્યો હોવાની ઘટનાં સામે આવી છે. લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટને 2 કલાકમાં ઉડાવી દેવાનો પત્રમાં ઉલ્લેખ હતો. જે અંગે પોલીસે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. 

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટને ઉડાવી દેવાનો ધમકીભર્યો લેટર મળી આવ્યો છે. મળતી વિગતો મુજબ લંડનથી સવારે આવેલી ફ્લાઈટને અમદાવદનાં સરદાર પટેલ એરપોર્ટ પર 2 કલાકમાં જ ઉડાવી દેવાની હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. આ લેટર ફ્લાઈટનાં ટોયલેટમાંથી મળ્યો હોવાનું સામે આવ્યું છે. જે લેટર બોમ્બ મળતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો છે. જેનાં પગલે બોમ્બ સ્કવોડને તાત્કાલિક ધોરણે બોલાવી લીધી હતી. ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. દરમ્યાન કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તું પ્લેનમાંથી મળી આવી ન હતી. જેનાં પગલે પ્રાથમિક દ્રષ્ટિએ ધમકી માત્ર એક અફવા જ હોવાનં સામે આવ્યું છે. જ્યારે આ અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,