Home Gujarat Gujarat Jivraj Park Blast Case Forensic Team Takes Samples From The Scene 1300 Butane Cans Found Offbeatstories

જીવરાજ પાર્ક AC ગોડાઉનમાં આગની ઘટના : ગોડાઉનમાં હતા 1300 બ્યુટેન ગેસનાં કેન, બ્લાસ્ટની તપાસ માટે ટીમોનાં ધામા

જીવરાજ પાર્ક AC ગોડાઉનમાં આગની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 09:38 AM IST

અમદાવાદનાં જીવરાત પાર્ક વિસ્તારમાં એક એસીનાં ગોડઉનમાં અચાનક આગ લાગતાં એક પછી એક 10 થી વધુ બ્લાસ્ટ થયા હતા. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે માતા-પુત્રનાં મોત નિપજ્યાં છે. ત્યારે ગોડાઉનમાં 1300 બ્યુટેન ગેસનાં કેન હોવાનું સામે આવતાં અને રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર ગોડાઉન હોવાનું સામે આવતાં તંત્ર સફાળે જાગ્યું છે. અને હાલ બ્લાસ્ટની તપાસ માટે ટીમોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 


વિવારે લાગેલી આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને સેમ્પલ એકઠા કર્યા છે. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં રવિવારે AC ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા ગેસમાં લીકના કારણે આગ લાગી હોવાનું સામેઆવી રહ્યું છે.


કોર્પોરેશનની ઘોરબેદરકારીએ બેનો જીવ લીધો

મળતી વિગત મુજબ રહેણાક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. અને તેમાં પણ 1300 થી વધુ બ્યુટેન ગેસનાં કેન રાખવામાં આવ્યાં હતા. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જ્યારે આસપાસનાં વાહનોને પણ આગની ચપેટમાં લીધા હતા. આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ ઉડીને આંખે વળગી રહી છે. અને જેના લીધે માતા-પુત્રનાં જીવ ગયા છે.


એએમસીનાં અધિકારી સામે ગુન્હો નોઁધાઈ શકે છે

અમદાવાદનાં જીવરાજ પાર્ક નજીક જ્ઞાનદા સોસાયટીમાં ગેરકાયદે ગોડાઉનમાં આગ લાગવાની શક્યતાઓ રહેલી હોવાની અગાઉ સ્થાનિક લોકોએ કોર્પોરેશનને જાણ કરી હતી. પરંતુ, જવાબદાર અધિકારીએ બેદરકારી દાખવી હોવાથી આગની ઘટના બનવા પામી છે. જે બાબાતે વાસણા પોલીસ સ્ટેશનનાં પીઆઇ આર એન પટેલે જણાવ્યું કે મનપાના અધિકારીઓની બેદરકારી અંગે ઉચ્ચ કક્ષા રિપોર્ટ કરવામાં આવશે. અને જરૂર પડ્યે પોલીસ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now