Home Gujarat Gujarat In The Last 24 Hours 201 Talukas

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત : છેલ્લા 24 કલામાં 201 તાલુકામાં મેઘ જમાવાટ, જુઓ ઝોન વાઈઝ ક્યાં કેટલો વરસ્યો?

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 07:04 AM IST



ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલાસણામાં ખાબક્યો છે જ્યાં 3.78 ઈંચ વરસ્યો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.58 ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે, આતરફ સુરન્દ્રનગરના લખતરમાં 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે.
57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
વલસાડમા 3.23 અને વલસાડના વાપીમાં 3.15 ઈંચ અને બનાસકાંઠાના વાવમાં 3 ઈંચ જ્યારે દેવભૂમિ દ્વારકાના કાલ્યાણપુરમાં 3 અને બોટાદના ગઢડામાં 2.95, સાયલામાં 2.80 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જુઓ ક્યાં કેટલો વરસ્યો






ગુજરાતમાં સિઝનનો 40.74 ટકા વરસાદ વરસી ચૂક્યો
અત્રે જણાવીએ કે, ગુજરાત રાજ્યમાં આ ચોમાસાની સિઝન દરમિયાન 40.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આપને ઝોનદીઠ જણાવીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 40 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 36 ટકા વરસાદ અને પૂર્વ ગુજરાતમા 39.78 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 42 ટકા વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 42.66 ટકા વરસાદ નોંધાયો છે.

દ્વારકામાં વરસાદી મહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેર અને આસપાસના ગામ્ય પંથકમાં વરસાદ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે,
લખતર‌ પંથકમાં ધોધમાર વરસાદ
સુરેન્દ્રનગરના લખતર‌ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા છે. લખતર અને આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ‌‌ રસ્તાઓ પર પાણી ભરાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now