Home Gujarat Ahmedabad Gujarat Heavy Rain Alert Next 48 Hours Orange Alert North Gujarat July 26 2026

જાણો હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની ચેતવણી : ગુજરાતમાં ક્યાં-ક્યાં છે વધારે વરસાદનો ખતરો? એક સાથે 2 સિસ્ટમ સક્રિયા થતાં 48 કલાક ભારે

Gujarat Rain, Ambalal Patel
Published by: Vishal Dave
Last Updated: Jul 26, 2026, 04:58 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ હવે પૂરજોશમાં જમાવટ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓમાં જળસ્તર વધવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્ય પર હાલમાં બે હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે 26 જુલાઈ માટે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, વાવ-થરાદ વિસ્તાર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવની આગાહી : બનાસકાંઠા માટે રેડ એલર્ટ, જાણો કયા વિસ્તારોમાં ખતરો

આ જિલ્લાઓમાં યલો એલર્ટ

ઓરેન્જ એલર્ટ ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

અનેક તાલુકાઓમાં વરસાદથી જનજીવન પ્રભાવિત

રાજ્યમાં ગઈકાલે 200થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદના કારણે અનેક શહેરો અને ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલીક જગ્યાએ વાહનવ્યવહારને અસર પહોંચી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. અનેક નદીઓ અને ડેમોમાં પાણીની આવક પણ સતત વધી રહી છે.

આ પણ વાંચો: વડોદરામાં વરસાદી પાણી વચ્ચે અચાનક દેખાયું 4 ફૂટનું મગરનું બચ્ચું : સ્થાનિકોમાં ફફડાટ, કરાયું રેસ્ક્યુ

અંબાલાલ પટેલે પણ આપી મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપી છે. સાથે જ ખેડૂતોને ખેતરોમાં પાણીના નિકાલ માટે અગાઉથી યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરી છે, જેથી પાકને નુકસાન ઓછું થાય.

60થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે 60થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી ખુલ્લી જગ્યાઓમાં રહેવું, વૃક્ષોની નીચે ઊભા રહેવું અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: બોપલમાં હજુ પાણી ઓસર્યા નથી : બોટમાં મેડિકલ ટીમ પહોંચી ઘરે-ઘરે, ઘુમા લેકનો વોકિંગ ટ્રેક પણ ધોવાયો

28 અને 29 જુલાઈએ રાહત મળવાની શક્યતા

IMDના અનુમાન મુજબ 28 અને 29 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહી શકે છે. જોકે 30 જુલાઈએ ફરી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

લોકોને શું સાવચેતી રાખવી?

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સાવચેત રહે.

નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળો.

ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ન કરો.

સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો.

ખેડૂતો ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા સમયસર કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now