અમદાવાદ: રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત Admission Committee for Professional Courses (ACPC) દ્વારા PG Engineering Admission 2026 માટેના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર એન્જિનિયરિંગ સંસ્થાઓમાં કુલ 1,317 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. જેમને બેઠક મળી છે તેઓએ 26 જુલાઈ સુધી ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરવી ફરજિયાત રહેશે, ત્યારબાદ જ તેમનો પ્રવેશ કન્ફર્મ ગણાશે.
5,244 બેઠકો સામે 1,935 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી
રાજ્યની વિવિધ PG Engineering કોલેજોમાં કુલ 5,244 બેઠકો ઉપલબ્ધ છે, જેમાંથી ACPC દ્વારા 4,312 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 1,935 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
આ નોંધાયેલા ઉમેદવારોમાં:
GATE ક્વોલિફાઇડ: 154 ઉમેદવાર
GATE વગરના ઉમેદવાર: 1,781 ઉમેદવાર
GATE સિવાયના ઉમેદવારો માટે 27 અને 28 જૂન, 2026ના રોજ PGCET-2026 પરીક્ષા યોજાઈ હતી. GATE અને PGCETના ગુણના આધારે કુલ 1,688 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રવેશ પ્રક્રિયામાં નિયમ મુજબ GATE લાયક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
કઈ કેટેગરીમાં કેટલી બેઠકો ફાળવાઈ?
પ્રથમ રાઉન્ડના પરિણામ મુજબ બેઠકોની ફાળવણી નીચે મુજબ રહી:
સંસ્થા કુલ બેઠકો ફાળવાયેલી બેઠકો
સરકારી કોલેજો 749 494
અનુદાનિત/સ્વાયત્ત સંસ્થાઓ 429 202
ખાનગી (સ્વનિર્ભર) કોલેજો 2,888 621
કુલ મળીને 1,317 બેઠકોનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં વરસાદી પાણી વચ્ચે અચાનક દેખાયું 4 ફૂટનું મગરનું બચ્ચું : સ્થાનિકોમાં ફફડાટ, કરાયું રેસ્ક્યુ
26 જુલાઈ સુધી પ્રવેશ કન્ફર્મ કરાવવો ફરજિયાત
જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં બેઠક ફાળવવામાં આવી છે તેમણે 26 જુલાઈ સુધી ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરવી પડશે. સમયમર્યાદામાં ફી નહીં ભરાય તો ફાળવાયેલી બેઠક રદ થવાની શક્યતા રહેશે.
બીજા રાઉન્ડની પ્રક્રિયા 27 જુલાઈથી
પ્રથમ રાઉન્ડમાં મળેલી બેઠકથી સંતોષ ન હોય અથવા વધુ પસંદગીની કોલેજ કે બ્રાન્ચ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે બીજો રાઉન્ડ 27 જુલાઈથી શરૂ થશે.
બીજા રાઉન્ડ માટે ઉમેદવારોએ:
27થી 29 જુલાઈ દરમિયાન ઓનલાઈન Consent આપવી,
ત્યારબાદ નવી Choice Filling પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકોના આધારે બીજા રાઉન્ડમાં નવી બેઠક ફાળવણી કરવામાં આવશે.





