હાલ આંબાના મોરમાં સુકારો જોવા મળી રહ્યો છે. જેનાં કારણે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. શરૂઆતનાં સમયમાં આંબામાં સારા એવા મોર જોવા મળ્યા હતા. પરંતુ હાલ સુકારો આવતાં ઉત્પાદન ઘટશે અને ભાવમાં ધરખમ વધારો જોવા મળી શકે તેમ છે.
ગ્લોબલ વોર્મિગની અસરનાં કારણે હાલ વાતાવરણમાં મસ મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. તો દુનિયામાં ક્યાક લાવા, વાવઝોડું તો ઉનાળામાં માવઠા પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે. જેની સીધી અસર ઋુતું મુજબ ઉત્પાદન થતાં ફળો પર ખાસ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ઉનાળાનું ઉત્તમ ફળ કેરીનાં આંબામાં મોર તો જોવા મળી રહ્યાં છે. પરંતુ હાલ તેમાં સુકારો જોવા મળી રહ્યો છે.
કહેવાય છે કે કેરી ખાવાથી સીધું જ લોહીં બને છે. અને શરીર માટે જરૂરી પોષણ પુરી પાડે છે. પરંતુ ગ્લોબલ વોર્મિગની અસરનાં પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ જવાની વકી વર્તાઈ રહી છે. કારણ કે વિષમ તાપમાનનાં કારણે આંબામાં આવેલા ભરપૂર મોર ખરી પડતાં જોવા મળી રહ્યાં છે..
જેમાં સુકારો નામનો રોગ આવી જતાં ઉત્પાદનમાં 30 થી 35 ટકાનો ઘટાડો થવાની ભીતી હાલ સેવાઈ રહી છે. ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું નોંધપાત્ર ઉત્પાદન થતું હોય છે. જેમાં ખાસ કરીને ગીરની કેસર કેરી જેમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉત્પાદ થતું જોવા મળે છે. ત્યારે આ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાકોની કેતી કરતા જોવા મળે છે. જેમાં ખાસ કરીને કેળા, સીતાફળ, જમરૂખ અને મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર જોવા મળતું હોય છે,
આંબાના વાવેતર બાદ ખુબજ કાળજી લેવી પડે છે,સામાન્ય રીતે આંબાના એક વૃક્ષની માવજત પાછળ ખેડૂતોને વાર્ષિક બે હજાર જેટલો ખર્ચ થતો હોય છે, જ્યારે સારી સીઝનમાં કેસર કેરી 2000 થી 4500 રૂપિયા મણ સુધીના ભાવે વેચાતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેને જોતા આગામી દિવસોમા કેરીનો ભાવ આસમાને પહોંચે તો નવાઈની વાત નથી. તો બીજી તરફ આ વર્ષે પણ કેરીનાં ભાવ ખાંટા થશે અને ઉત્તમ ક્વોલીટીનાં ફળ માટે મસ મોટો ભાવ આપવાનો વારો આવી શકે તેમ છે.






