હાલ ચૈતી નોરતા પુર્ણતાને આરે છે. ત્યારે આગામી પાચ દિવસ સુધી અસહ્ય ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 45 ડીગ્રી પહોંચે તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ પ્રચંડ ગરમીની આગાહી કરતાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ તો આકાશમાંથી આગ જ વરસશે છે. જેમા ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ સહિત રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. બિજા અનેક જિલ્લામાં ગરમીનો પારો 41થી 45 સુધી પહોંચવાની સંભાવના રહેલી છે.
અંબાલાલ પટેલની કાળઝાળ ગરમીની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઇને જણાવ્યું હતુ ક્, 9 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી પડશે. જ્યારે ભાવનગર અને અમરેલીમાં કાળઝાળ ગરમી પડતાં લોકો અકળાશે.
ભરઉનાળે માવડું પડવાની શક્યતાં
હાલ ઉનાળો શરૂ થતાં કાળઝાળ ગરમીમાં માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થયું હતું. ત્યારબાદ હવે તા.10થી 12 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે અરબી સમુદ્રમાં ખતરનાક વાવાઝોડું સર્જાવાનાં પણ એંધાણ જોવા મળી રહ્યાં હોવાને લીધે તા.13 એપ્રિલે રાજ્યમાં પડી શકે વરસાદી છાંટા છે. તેમજ જુન મહિનામાં પણ રાજ્યમાં માવઠું થવાની આગાહી રહેલી છે. ત્યારે ગરમીની શરૂઆતમાં જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આગામી 90 દિવસ આકાશમાં અગન ગોળા વર્ષતાં ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવશે.






