Home Gujarat Gujarat Gram Panchayat Elections Local News 22 June 2025

Gujarat Gram Panchayat Election : ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી, મહીસાગરમાં મતદાન કરવા જતા અકસ્માતમાં બે ના મોત, 13 ઘાયલ

Gujarat Gram Panchayat Election
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2025, 07:43 AM IST

Gujarat Gram Panchayat Election Updates: તમે ઓટીટી પ્લેટફોર્મ પર ફેમસ થયેલ પંચાયત વેબ સીરીઝ તો જોઈ જ હશે. જેમાં સરપંચ, પ્રધાનપતિ, વિધાયક અને સરપંચ બનવા માંગતા બીજા પક્ષનું પોલિટિક્સ ખુબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. એમાં તો માત્ર એક જ ગામના સરપંચનો મામલો હતો. ગુજરાતમાં આજે એવા 8000 ગામડાંઓના સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ગામે ગામમાં સ્થાનિક કક્ષાએ રાજકીય સ્તર પર કેવી ધમાચકડી મચી હશે તે કલ્પના બહારની વાત છે.

ગ્રામપંચાયતોની ચૂંટણી હાઈલાઈટ્સઃ
આજે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 1332 ગ્રામપંચાયતની ચૂંટણી:અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં મતદાન શરૂ
આજે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી:ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ
મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ:અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ
કચ્છ અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી:અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ સહિતના જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ

મહીસાગરમાં મતદાન કરવા જતા અકસ્માતમાં બે લોકોના મોત, 13 ઘાયલ
મોડાસામાં ​​​​​​​સરપંચ ઉમેદવાર અને ગોધરામાં ઉમેદવારના પુત્ર પર હુમલો
ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી: 81 લાખથી વધુ મતદારો મતદાન કરશે

22 જૂન 2025, 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કુલ 81 લાખથી વધુ ગ્રામિણ મતદારો પોતાનો મતનો અધિકાર ઉપયોગ કરીને સ્થાનિક નેતાઓની પસંદગી કરશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સવારે 7 વાગ્યે મતદાનની શરૂઆત થઈ હતી અને તે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

3656 સરપંચ અને 16,224 સભ્યોની બેઠકો માટે મતદાન
આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 3,656 બેઠકો અને ગ્રામસભાના સભ્યો માટે 16,224 બેઠકો માટે મતદાન થશે.

જે પૈકીની કેટલીક મહત્વપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
કુલ 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે
751 પંચાયતો "સમરસ" જાહેર થઈ છે, એટલે કે ત્યાં સર્વસંમતિથી ચૂંટણી વગર જ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે
3,813 પંચાયતોમાંથી 271 પંચાયતોમાં આંશિક રીતે સમરસ જાહેરાત થઈ છે
કેટલાક ગામોમાં ઉમેદવારોના અભાવને કારણે ચૂંટણી નહીં યોજાય

પેટા અને મધ્યસત્ર ચૂંટણી પણ યોજાઈ રહી છે
આ ચૂંટણીમાં ન માત્ર સામાન્ય, પણ પેટા તથા મધ્યસત્ર ચૂંટણી પણ સમાવિષ્ટ છે:

3,524 ગ્રામ પંચાયતો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી
પરંતુ ફક્ત 353 પંચાયતોમાં જ મતદાન થશે
3,171 પંચાયતોમાં બિનહરીફ પરિણામો કે નામાંકન ન ભરવાના કારણે ચૂંટણી જરૂર પડી નહીં

27 ટકા ઓબીસી અનામત પછીની પહેલી ચૂંટણી
આ ચૂંટણીનું વિશેષ મહત્વ છે કારણ કે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ આ પ્રથમ ગ્રામ પંચાયતી ચૂંટણીઓ છે.

મતદારો બેલેટ પેપર પર સ્વસ્તિકનો નિશાન કરીને પોતાના ગામના નેતાને ચૂંટશે, જે ગ્રામ વિકાસ અને નીતિ નિર્ધારણ માટે જવાબદાર બનશે. નોંધનીય છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now