Gujarat Gram Panchayat Elections 2025: ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની બાકી રહેલી 8,240 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તારીખો આજે જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાઈ છેકે, ગુજરાતમાં બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 22 જૂનના રોજ યોજાશે અને 25 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ સાથે જ રાજ્ય ચૂંટણી પંચે એવી પણ જાહેરાત કરી છેકે, જે વિસ્તારોમાં ચૂંટણી યોજાનાર છે ત્યાં આજથી જ આદર્શ આચારસંહિત લાગૂ કરી દેવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચની પ્રેસઃ
ડૉ.એસ મૂર્લિકૃષ્ણને કરી ચૂંટણીની તારીખની જાહેરાતઃ
8326 જેટલી ગ્રામ પંચાયત ની સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર
28 મે 2025 ચૂંટણી ની જાહેરાત
2 જૂન 2025 પ્રસિદ્ધ કરવાની તારીખ
9 જૂન 2025 ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ
10 જૂન 2025 ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2025
22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી થશે
સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
પુનઃ મતદાન તારીખ જો જરૂર લાગે તો 24 જૂન 2025
મતગણતરીની તારીખ 25 જૂન
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ની તારીખ 27 જૂન2025
કુલ મતદારો 1કરોડ 30 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે. ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણી ઓ બેલેટ પેપર , મતપેટી દ્વારા કરવામાં આવશે. નોટા નો અમલ કરવામાં આવશે. મતદારોએ મતદાન કરતી વખતે નિયત થયેલ ફોટા વાળા દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજુ કરી શકાશે. ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચ માં હોદ્દા માટે કે ગ્રામ પંચાયત ના સભ્ય તરિકે ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો એ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત , દેવા , શૈક્ષણિક, લાયકાત માટે ઉમેદવારે નિયત નમુના માં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી ને આપવાનું રહેશે. છેલ્લાં ત્રણેક વર્ષથી આશરે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં નવી ચૂંટણી યોજાઈ નથી, જેને લઈને સ્થાનિક સ્તરે વહીવટી કામગીરી પર પણ અસર થઈ રહી છે.
રાજ્યમાં ગ્રામ પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા અને લોકશાહી પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. જો આજે ચૂંટણી પંચ ચૂંટણી તારીખો જાહેર કરી દીધી છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય પ્રવૃત્તિઓને નવો વેગ મળશે. હવે ઉમેદવારો અને રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં લાગી જશે. રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ પર વધુ વિગતો મેળવી શકાય છે.






